Gold Rate Today: સોનાના ભાવમાં 12921 રૂપિયાનો ઘટાડો, જાણો રોકાણ પર થશે નફો કે ખોટ

કોરોના સંકટ (Coronavirus) વચ્ચે ઉભી થયેલી આર્થિક સ્થિતિ વચ્ચે ભારત જ નહીં દુનિયાભરમાં લોકોએ સોનામાં રોકાણ (Gold Investment) પર સૌથી વધારે વિશ્વાસ કર્યો છે

Gold Rate Today: સોનાના ભાવમાં 12921 રૂપિયાનો ઘટાડો, જાણો રોકાણ પર થશે નફો કે ખોટ

નવી દિલ્હી: કોરોના સંકટ (Coronavirus) વચ્ચે ઉભી થયેલી આર્થિક સ્થિતિ વચ્ચે ભારત જ નહીં દુનિયાભરમાં લોકોએ સોનામાં રોકાણ (Gold Investment) પર સૌથી વધારે વિશ્વાસ કર્યો છે. આ કારણથી રોકાણકારોની જબરદસ્ત ખરીદીના આધારે ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ (Gold Price Today) રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગયા હતા. સોનાએ 2020 દરમિયાન રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો હતો. દિલ્હી સોની બજારમાં 7 ઓગસ્ટ 2020 ના સોનાની કિંમત (Gold Price) 57,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ હતી. ત્યારે ચાંદીની કિંમત (Silver Price) પણ આ દિવસે તેના સર્વોચ્ચ સ્તર પર હતી. ત્યારબાદ જેમ જેમ કોરોના વેક્સીનને (Corona Vaccine) લઇને સારા સમાચાર સામે આવ્યા, તેમ તેમ સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price) ઘટવાના શરૂ થઈ ગયા કેમ કે, લોકોને આર્થિક ગતિવિધિઓમાં સુધારા સાથે અન્ય રોકાણ વિકલ્પો તરફ વળવાનું શરૂ કર્યું.

સોનાનો ભાવ (Gold Price) 7 ઓગસ્ટ 2020 થી શુક્રવાર 26 માર્ચ 2021 સુધીમાં 12,927 રૂપિયાનો ઘટાડા સાથે 44,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ત્યારે ચાંદી 7 ઓગસ્ટ 2020 ના રોજ 77,840 રૂપિયા પ્રતિ કિલો પર હતી, જે ગત શુક્રવારના 13,564 રૂપિયા ઘટી 64,276 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વચ્ચે દરરોજ સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price) અપ-ડાઉનના કારણે રોકાણકારો આશ્ચર્યમાં છે. તેમણે સોનામાં રોકાણ (Gold Investment) કરવું જોઇએ અથવા હજુ વધારે રાહ જોવી જોઇએ. ત્યારે કેટલાક રોકાણકારો તેમની પાસે રહેલા ગોલ્ડને વેચવું અથવા હોલ્ડ પર રાખવું તેને લઇને મુંઝવણમાં છે. આવો જાણીએ કે આવનારા સમયમાં સોનામાં કેવું વલણ હોઈ શકે છે અને જો તમે હવે રોકાણ કરો છો, તો તેનાથી નફો થશે કે ખોટ?

2021 માં રેકોર્ડ સ્તરને સ્પર્શ કરશે સોનાના ભાવ
નિષ્ણાતો કહે છે કે જેમ જેમ દુનિયાભરમાં કોરોના વેક્સીનેશન અભિયાન જોર પકડે છે, તેમ તેમ લોકો બીજા રોકાણના વિકલ્પો તરફ વળી રહ્યા છે. તેનાથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. જો કે, તેમને લાગતું નથી કે આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે. દુનિયાના મોટાભાગના શેર બજારો સહિતના ભારતીય સ્ટોક એક્સચેન્જે પણ ઘણો વેગ પકડ્યો છે. હવે વારંવાર પ્રોફિટ બુકિંગને કારણે બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજારોમાં વધારે ઉપર જવા પર નફાની સાથે જોખમ પણ વધે છે. એવામાં મોટી સંખ્યામાં રોકાણકારો ત્યારબાદ સલામત રોકાણ વિકલ્પ સોના તરફ વળશે. તેનાથી સોનાના ભાવને ટેકો મળશે અને તે ફરીથી ઉપર તરફ જવાનું શરૂ કરશે. નિષ્ણાતો માને છે કે પાછલા વર્ષોના ડેટાના આધારે સોનાની કિંમતો પણ 2021 માં વધવાની તૈયારીમાં છે. એક અંદાજ છે કે 2021 માં, સોનાના ભાવ રૂ. 63,000 ની સપાટીને વટાવી એક નવો રેકોર્ડ બનાવશે.

લાંબા ગાળે મેળી શકે છે મજબૂત નફો?
રોકાણકારોનો એક મોટો વર્ગ પણ છે, જેઓ જાણવા માંગે છે કે હાલના ભાવે સોનામાં રોકાણ કરવું સલામત રહેશે કે કેમ. શું તેઓ આ તકનો લાભ લઈ શકે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરીને મજબૂત નફો મેળવી શકે છે. આના પર નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં હાલના ઘટાડા પાછળ ઘણા કારણો છે. આમાંનું સૌથી મોટું કારણ, કોરોના વેક્સીનની રસીકરણ ડ્રાઇવમાં વેગ, નવી વેક્સીન વિશે સારા સમાચાર અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો છે. તે જ સમયે, ડોલરને બીજી મોટી કરેન્સીઝની સરખામણીએ મજબૂત હોવાના કારણે સોનાના ભાવ પર અસર પડી રહી છે. તેમના મતે, યુએસ ડોલર અને સોનું એક બીજાથી વિપરીત વર્તન કરે છે. જો ડોલરની માંગ વધશે, તો સોનાના ભાવ દબાણ હેઠળ આવશે.

ટૂંક સમયમાં 1960 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી જશે સોનું
કોરોના રસીકરણમાં વધારો થતાં આર્થિક પ્રવૃત્તિમાં પણ ગતિ આવે છે. આવી સ્થિતિમાં લોકો વધુ જોખમી રોકાણ વિકલ્પો તરફ વળ્યા છે. આમાં ઇક્વિટી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પો શામેલ છે. જ્યાં ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે કડક કાર્યવાહી કરી રહી છે. તે જ સમયે, ઇક્વિટ માર્કેટમાં હવે તીવ્ર ઉછાળો શરૂ થયો છે. તે જ સમયે, સોનાના ભાવમાં ઘટાડો એ અસ્થાયી અને અલ્પજીવી છે. આથી, વર્તમાન ભાવે સોનામાં રોકાણ કરીને રોકાણકારો લાંબા ગાળે મજબૂત નફો મેળવી શકે છે. નિષ્ણાતોના મતે સોનું ટૂંક સમયમાં 1960 ડોલર પ્રતિ ઓંસની સપાટીને સ્પર્શ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news