Ajay Devgn In Drishyam 3: દ્રશ્યમ અને દ્રશ્યમ 2 ની અપાર સફળતા બાદ હવે આ ફિલ્મના ત્રીજા પાર્ટને બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્રશ્યમનો પ્રથમ પાર્ટ 2015 માં રિલીઝ થયો હતો જ્યારે તેના બીજા પાર્ટને થિયેટરમાં આવતા સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. કારણ હતું સ્ક્રિપ્ટને સતત રી-રાઇટિંગ. ફિલ્મ મેકર્સ ઇચ્છતા હતા કે ભલે ફિલ્મ બનાવવામાં  ટાઇમ લાગે પરંતુ ફિલ્મ એવી બને જે દ્રશ્યમ કરતાં પણ વધુ લોકોને પસંદ આવે અને એવું જ થયું. દ્રશ્યમ 2 એ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર 220 કરોડનું કલેક્શન કર્યું અને હજુ પણ ફિલ્મ ઘણા થિયેટર્સમાં જોવા મળી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


પાર્ટ 2 કરતાં મોટો પાર્ટ 3
જે પ્રકારે દ્રશ્યમ 2 ની મેકિંગમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ફિલમ્ની સ્ક્રિપ્ટિંગ સારે હોય. એ પ્રકારે દ્રશ્યમ 3 ને બનાવતાં સમયનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ફિલ્મ સારી રીતે લખવામાં આવે. ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર અભિષેક પાઠકનું કહેવું છે કે ફિલ્મની પ્રથમ લેવલની સ્ક્રિપ્ટિંગ શરૂ થઇ ગઇ છે. પહેલાંની માફક સેમ ટેમેઅ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ પર કામ કરી રહી છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ફિલ્મના ત્રીજા પાર્ટને 2024 સુધી થિયેટર્સમાં રિલીઝ કરી શકીએ. ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ પાર્ટ તેની સ્ક્રિપ્ટ છે. જો એકવાર સારી રીતે તૈયાર થઇ જાય પછી ફિલ્મને પુરી કરવામાં વધુ ટાઇમ નહી લાગે. કોઇએ વિચાર્યું ન હતું કે દ્રશ્યમ 2 ને આટલી સારી ઓપનિંગ મળશે અને ફિલ્મ આટલી હિટ જશે. અમારો પ્રયત્ન છે કે ત્રીજા પાર્ટને આ 2 ફિલ્મો કરતાં વધુ દર્શકોને વધુ પસંદ આવે. 


ફ્લોપથી હિટ સુધી
ફિલ્મની કાસ્ટિંગ વિશે ડાયરેક્ટરનું કહેવું છે કે ફિલ્મની કાસ્ટિંગ દ્રશ્યમ 2 વાળી જ રહેશે. બની શકે કે કેટલાક નવા પાત્રોને ફિલ્મમાં ઉમેરવામાં આવે. ફિલ્મનું બજેટ પણ આ વખતે દ્રશ્યમ અને તેના બીજા પાર્ટ કરતાં વધુ રહેશે. જ્યાં દ્રશ્યમ નિશિકાંત કામતે ડાયરેક્ટ કરી હતી, તો પાર્ટ 2 ને અભિષેક પાઠકે ડાયરેક્ટ કરી. આમ તો અભિષેક પ્યાર કા પંચનામા, ખુદા હાફિજ, ગેસ્ટ ઇન લંડન તથા દ્રશ્યમ જેવી ઘણી ફિલ્મોના પ્રોડ્યૂસર રહ્યા છે પરંતુ ઉજડા ચમનથી તેમણે ડાયરેક્શનમાં ડેબ્યૂ કર્યું હતું. દ્રશ્યમ 2 થી તેમણે ફરી એકવાર પોતાને ડાયરેક્ટરના રૂપમાં સ્થાપિત કરવાની તક આપી. અને આ વખતે તે સફળ પણ રહ્યા. દ્રશ્યમ 2 ની સફળતાએ તેમને સફળ નિર્દેશકના રૂપમાં બોલીવુડમાં સ્થાપિત કરી દીધા. 


આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube