જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
Glowing Skin: તમે જોયું જ હશે કે જાપાની મહિલાઓ યુવાન લાગે છે. કરચલીઓ, ડાગ, ખીલ વગેરે તેમના ચહેરા પર લાંબા સમય બાદ જોવા મળે છે. ખરેખર, તેની સુંદરતા પાછળ જાપાની નુસખાનું રહસ્ય છે.
Trending Photos
Japanese woman: તમે જોયું જ હશે કે જાપાની મહિલાઓ યુવાન લાગે છે. કરચલીઓ, ડાગ, ખીલ વગેરે તેમના ચહેરા પર લાંબા સમય બાદ જોવા મળે છે. ખરેખર, તેની સુંદરતા પાછળ જાપાની નુસખાનું રહસ્ય છે. જે વૃદ્ધાવસ્થામાં પણ તેમની ત્વચાને જુવાન રાખવામાં મદદ કરે છે. તમે આ નુસખા તમારા ઘરે પણ અપનાવી શકો છો. ચાલો આપણે જાણીએ કે જાપાની મહિલાના નુસખા કેવી રીતે અપનાવી શકાય.
ગ્લોઈંગ સ્કીન દરેક છોકરીની ઇચ્છા હોય છે, પરંતુ ઓઇલી સ્કીનવાળી મહિલાઓ માટે ચિંતાનો વિષય બની જાય છે. ઓઇલી સ્કીન વાળાઓને સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમના ચહેરા પર મેકઅપ કે કોઇ પણ ક્રિમ વધુ સમય સુધી ટકતી નથી. એટલુ જ નહીં, ગરમીમાં થતો પરસેવો, વાતાવરણમાં ઉડતી ધુળ અને માટી ચહેરા પર ચિપકી જાય છે. તેના કારણે ચહેરો ડસ્ટી દેખાવા લાગે છે. આ કારણે સ્કીન એલર્જી, જલન અને ફોડલીઓ જેવી સમસ્યાઓ થાય છે. જોકે કેટલીક એવી ટિપ્સ છે જે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
ઓઈલી સ્કીન:
તૈલીય ત્વચાનુ કારણ ત્વચામાં વધારાનુ તેલ જમા થાય છે તે પણ છે. જ્યારે હોર્મોનની ગરબડના કારણે એન્ડ્રોજનનુ સ્તર વધે છે ત્યારે તૈલ ગ્રંથિઓ સક્રિય થઇને વધુ તેલ છોડવા લાગે છે અને શરીર પર વધુ તેલ વહેવા લાગે છે. આમ તો આ સમસ્યા ટીનેજમાં થાય છે, પરંતુ કેટલાક લોકોમા આનુવંશિક પણ હોઇ શકે છે.
જાપાની મહિલાનું એન્ટી એજિંગ ફેસ માસ્ક:
1- 2 ચમચી ચોખાનો લોટ
3- 3થી 4 દ્રાક્ષ
1- 2 ટીપાં વિટામિન-ઈ તેલ
જાપાની એન્ટિ-એજિંગ ફેસ માસ્ક કેવી રીતે બનાવશો?
1-સૌ પ્રથમ, દ્રાક્ષની ચામડીને દૂર કર્યા વિના, તેને મિશ્રિત કરો.
2- આ પછી તેમાં ચોખાનો લોટ નાંખો અને તેને પેસ્ટની જેમ બનાવો.
3- હવે તેમાં વિટામિન-ઈ તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
એન્ટિ-એજિંગ ફેસ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો?
1-તમે તમારા ચહેરાને સારી રીતે સાફ કરો.
2-જો તમે સ્ક્રબની મદદથી ચહેરો એક્સ્ફોલિયેટ કરો છો, તો તે વધુ સારું રહેશે.
3-હવે આ મિશ્રણને આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે મૂકી રાખો.
4-જ્યારે પણ આ મિશ્રણ ચહેરા પર 15 મિનિટની વચ્ચે સૂકવવાનું શરૂ થાય છે, ત્યારે તમે ફરીથી નવું મિશ્રણ લગાવી શકો છો.
5-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો અને ફેસ ક્રીમ લગાવો.
ચોખા અને દ્રાક્ષથી બનેલા એન્ટી એજિંગ ફેસ માસ્કના ફાયદા:
1-ચોખામાં એન્ટિ-એજિંગ ગુણ હોય છે, જે કરચલીઓ, ખીલ, દોષોને દૂર કરીને ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.
2-દ્રાક્ષમાં હાજર એન્ટીઓકિસડન્ટ તડકાથી સ્કીન પર થતાં નુકસાનને અટકાવે છે અને ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. જેના કારણે ત્વચા ગ્લોઈંગ થવા લાગે છે.
3-વિટામિન ઈ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને દોષ ઘટાડે છે.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે