Total Dhamaal : ટોટલ ધમાલ ટ્રેલરનું કાઉન્ટ ડાઉન, અજય દેવગને અસલી સિંહ સાથે કર્યું રેમ્પવોક
Total Dhamaal Trailer : ટોટલ ધમાલ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. જે રીતે આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે એ જોતાં આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. અજય દેવગને અસલી સિંહ સાથે રેમ્પ વોક કરતાં વધુ એકવાર આ ફિલ્મ ચર્ચામાં આવી છે. આ ફિલ્મના ટ્રેલરની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે
નવી દિલ્હી : અજય દેવગનની આગામી કોમેડી ફિલ્મ ટોટલ ધમાલનું ટ્રેલર આજે રિલીઝ થવા જઇ રહ્યું છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અનિલ કપૂર અને માધુરી દિક્ષિત પણ છે. ફિલ્મના ટ્રેલર પહેલા આ ફિલ્મના બે નવા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. પોસ્ટર જોઇને લાગે છે કે ફિલ્મમાં જંગલની ધમાલ થીમ રાખવામાં આવી છે. હાથીથી લઇને કોબરા સુધીના જાનવર આ પોસ્ટરમાં દેખાઇ રહ્યા છે.
અજય દેવગને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તમામ પોસ્ટર શેયર કર્યા છે પરંતુ સૌથી ખતરનાક લૂક અજયનો સિંહ સાથેના રેમ્પવોકનો છે.
અજય દેવગન સિંહ સાથે રેમ્પ વોક કરતો દેખાય છે તો અરશદ વારસી અને જાવેદ જાફરી કોબરા સાથે દેખાઇ રહ્યા છે.
કોમેડી ફિલ્મ મસ્તી અને ગ્રાન્ડ મસ્તી જેવી હિટ ફિલ્મો આપનાર ઇન્દ્ર કુમાર આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અરશદ વારસી, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય મિશ્રા, જાવેદ જાફરી પણ છે. ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છએ. અહીં નોંધનિય છે કે, આ ફિલ્મમાં લાંબા સમય બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિત એક સાથે દેખાઇ રહ્યા છે.