નવી દિલ્હીઃ ટોટલ ધમાલ સુપરહિટ થયા બાદ અજય દેવગન ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાની તૈયારીમાં લાગશે. તેમાં અજય દેવગન સેનાના જવાન વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ હશે. તેમાં અજય સિવાય પરિણીતિ ચોપડા, રાણા દગ્ગુબતી, સોનાક્ષી સિન્હા અને એમી વર્ક જેવા એક્ટર મહત્વની ભૂમિકાનો રોલ પ્લે કરશે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર પર આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં કોણ કઈ ભૂમિકા નિભાવશે તેની જાણકારી પરિણીતિ ચોપડાએ પણ પોતાના ટ્વીટર પર શેર કરી છે. તેણે તમામ સિતારાના ફોટાનો એક કોલાજ શેર કર્યો છે. તસ્વીરો નીચે ફિલ્મની ભૂમિકાની જાણકારી છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા હીના રહમાનનો રોલ પ્લે કરશે. આ સિવાય સોનાક્ષી સિન્હા સામાજીક કાર્યકર્તા સુદરબેન જેઠા મધારપાર્યાની ભૂમિકામાં છે. સંજય દત્ત રણછોડભાઈ સવાભાઈ રાવરીની ભૂમિકામાં જોવા મળશે. 




ફિલ્મમાં સંજય દત્ત એક એવા વ્યક્તિની ભૂમિકા નિભાવી રહ્યે છે જે પગના નિશાન જોઈને મહિલા છે કે પુરૂષ, તેના વજન વિશે જણાવી દે છે. ફિલ્મમાં સંજય યુદ્ધ જીતવા માટે સેનાના જવાનોની મદદ કરતો જોવા મળશે. 


મહત્વનું છે કે ફિલ્મની સ્ટોરી 1971માં થયેલા ભારત-પાકિસ્તાનની લડાઈ પર આધારિત છે. આ દરમિયાન વિજય કાર્ણિક ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. તેમણે કેટલિક વિસ્તારોની મહિલાઓ સાથે મળીને ભુજમાં નષ્ટ થઈ ગયેલી એરટ્રિપ બનાવી હતી. તેને ભારતનું પર્લ હોર્બર મોમેન્ટ પણ કહેવામાં આવે છે. મહત્વનું છે કે, અમેરિકા જાપાનની લડાઈમાં પર્લ હાર્બર પર જાપાનીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના પર ફિલ્મ બની છે, જેને વોર ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 



ઉલ્લેખનીય છે કે અજય દેવગન પોતાના પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના નિર્માણમાં પણ વ્યસ્ત છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે. હવે તેનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. તેમાં અજય સિવાય સૈફ અલી ખાન, કાજોલ અને પંકજ ત્રિપાઠી જેવા સિતારાઓ જોવા મળશે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થશે.