Akanksha Dubey New Song: ભોજપુરી સિનેમામાં ખૂબ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી લીધી છે. ભોજપુરી સિનેમાના ચાહકોમાં તેની મજબૂત ફેન ફોલોઈંગ હતી. તેના મ્યુઝિક વીડિયો હોય કે ફિલ્મો રાતોરાત હીટ થયા હતા. આકાંક્ષા દુબેની આત્મહત્યાના સમાચાર રવિવારે સામે આવ્યા હતા. આ દુઃખદ સમાચાર સામે આવ્યાના થોડા કલાકો પહેલા જ તેનું એક નવું ગીત યુટ્યુબ પર રિલીઝ થયું છે. જેમાં તે પવન સિંહ સાથે જોવા મળી છે. રિલીઝ થતાની સાથે જ તેમનું આ ગીત યુટ્યુબ પર વાયરલ થઈ ગયું છે. આ ગીતને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આલિયા, અનુષ્કા સહિત આ 5 બોલિવૂડ અભિનેત્રીઓના બોર્ડના રિઝલ્ટ તમને ચોંકાવશે


14 વર્ષ બાદ બની રહી છે 3 Idiots Sequel! કરીના કપૂર ખાનનો વીડિયો થયો વાયરલ


જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો


આ ગીતનું ટાઈટલ યે આરા કભી નહીં હારા છે જેમાં તે પવન સિંહ દ્વારા જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતના બોલ ઝાહિદ અખ્તર અને ઈનામુદ્દીને લખ્યા છે. તેને શિલ્પી રાજ અને પવન સિંહે કંઠ આપ્યો છે. તેને રવિવારે સવારે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.  રિલીઝના 6 કલાકની અંદર જ આ વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.


 



 આકાંક્ષા દુબેની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણીએ વર્ષ 2019 માં ખેસારી લાલ યાદવની ફિલ્મ મેરી જંગ મેરા ફૈસલાથી ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તે ટુંક સમયમાં ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી બની ગઈ.