અક્ષય કુમારની ફિલ્મ `પૃથ્વીરાજ`ના સેટને કરી દેવામાં આવશે ધ્વસ્ત, જાણો શું છે કારણ
એક્ટરની ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર છે. મામલો તે છે કે જૂનનો મહિનો નજીક છે. હવે ટીમ વરસાદ પહેલા ફિલ્મના શૂટ માટે તૈયાર કરવામાં આવેલ પેલેસ સેટને ધ્વસ્ત કરવા માગે છે.
મુંબઈઃ તેમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમાર બોલીવુડના સૌથી વ્યક્ત અભિનેતાઓમાંથી એક છે. લૉકડાઉનની પરિસ્થિતિ ન હોત તો તે માનુષી છિલ્લરની સાથે પૃથ્વીરાજનું શૂટિંગ કરી રહ્યો હોત. આ વર્ષે સૂર્યવંશી સિવાય તેની ઘણી ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે બધુ સ્થગિત થઈ ગયું છે. આ વચ્ચે એક્ટરની ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર છે.
હકીકતમાં પૃથ્વીરાજ પેલેસના સેટને જલદી ધ્વસ્ત કરી દેવામાં આવશે. મામલો તે છે કે જૂનનો મહિનો નજીક છે. હવે ટીમ વરસાદથી પહેલા શૂટ માટે તૈયાર કરેલા પેલેસ સેટને ધ્વસ્ત કરવાના પરિણામ પર પહોંચી છે.
સેટ બચાવીને રાખવો શક્ય નથી
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું, પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા મોટા લોકોને કારણે સેટ બે મહિનાથી બચેલો હતો. આશા કરવામાં આવી રહી હતી કે પરિસ્થિતિ સારી થઈ જશે. પરંતુ થોડા સપ્તાહમાં વરસાદની શક્યતા છે તો હવે આવનારા દિવસોમાં સેટ બચાવીને રાખવો મુશ્કેલ રહેશે નહીં.
Sonu Soodના કામથી ખુશ લોકોએ સરકાર પાસે કરી પદ્મ વિભૂષણની માગ, એક્ટરે આપ્યો આવો જવાબ
મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ બાકી
સૂત્રએ આગળ જણાવ્યું, મેકર્સ હાલ સેટને હટાવવા માટે જરૂરી મંજૂરી લઈ રહ્યાં છે. અક્ષયે લૉકડાઉનની જાહેરાત પહેલા દહિસરમાં લાગેલા સેટ પર ફિલ્મનો મોટો ભાગ શૂટ કરી લીધો હતો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ બાકી છે.
દિવાળી પર રિલીઝ શઈ શકે છે ફિલ્મ
હવે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ બીજીવાર શરૂ થશે તો ઇન્ડોર સેટ લગાવવામાં આવશે. મહત્વનું છે કે ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ ફિલ્મ આ વર્ષે દિવાળીના તહેવાર પર રિલીઝ કરવાનો કાર્યક્રમ છે. પરંતુ હવે તેની રિલીઝ ડેટ આગળ વધી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV