Karan Johar Love Life: થોડા સમય પહેલાં કરણ જોહર અને અક્ષય કુમારની વાઈફ ટ્વિંકલ ખન્નાની એક ચોંકાવનારી વાત સામે આવી. કેમ ટ્વિંકલ પાછળ પાગલ હતો કરણ જોહર...શું બન્ને વચ્ચે કોઈ સંબંધ હતો ખરાં...શું બન્ને એકબીજાના પ્રેમમાં હતા...આવા અનેક સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્ત્વનું છેકે, કરણ જોહર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં ક્યારેય સંકોચ અનુભવતો નથી. તાજેતરમાં, કરણ, જે વી આર યંગ નામના પોડકાસ્ટ પર પોતાના લાઈફ અંગે અનેક મુદ્દાઓ પર ખુબ ખુલીને વાત કરી. જેમાં તેણે પોતાની લવ લાઈફ અંગે વાત કરીને અક્ષય કુમારની પત્નીનું નામ લીધું અને હડકંપ મચી ગયો.


કરણ જોહરે મોટો ઘટસ્ફોટ કર્યો કે, જ્યારે તે ધોરણ દસમાં હતો, ત્યારે તેને એક સ્કૂલની છોકરી પર ભારે ક્રશ હતો. તે એને જોઈને જ પાગલ થઈ જતો હતો. કરણે કહ્યું, તે હેડગર્લ હતી, દરેક છોકરાને તે છોકરી પસંદ હતી, તેથી મેં વિચાર્યું કે હું પણ તેમની સાથે રહીશ અને તેના પ્રેમમાં પડીશ. મેં તેને એક દિવસ કાર્ડ આપ્યું. એ દિવસ ન તો રોઝ ડે હતો કે ન તો વેલેન્ટાઈન ડે. તેણે મારું કાર્ડ લીધું અને મને કોલ કર્યો.


કરણ જોહરે પોતાની પ્રેમ કહાની અંગે વાત કરતા વધુમાં જણાવ્યુંકે, કદાચ પહેલાં તે છોકરી મને ચેક કરી રહી હતી કે, હું સાચ્ચે જ તેના પ્રેમમાં છું કે ખાલી નાટક કરું છું. પછી તેણે મને કહ્યું, તમે મને આ કાર્ડ આપવા માંગતા ન હતા, બરાબર? મેં કહ્યું, ના, તું બહુ સરસ છે અને મને તું બહુ ગમે છે. તેણીએ કહ્યું, હા પણ તમે મને આ કાર્ડ અને ગુલાબ કેમ આપવા માંગતા ન હતા? આ પછી કરણે કહ્યું કે તેણે તે છોકરીને વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ આપી.


અગાઉ, કરણે તેની બાયોગ્રાફી એન અનસ્યુટેબલ બોયમાં ખુલાસો કર્યો હતો કે તેને નાનપણથી જ ટ્વિંકલ ખન્ના પર ક્રશ હતો. બંને એ જ બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા હતા જે કરણે માત્ર પાંચ-છ દિવસમાં છોડી દીધી હતી. કરણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે કુછ કુછ હોતા હૈમાં ટીનાનું પાત્ર ટ્વિંકલને ધ્યાનમાં રાખીને લખ્યું હતું પરંતુ તેણે તે રોલ કરવાનો ઇનકાર કર્યો હતો.


કરણે લગ્ન નથી કર્યા-
કરણે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ટ્વિંકલ એક માત્ર એવી છોકરી હતી જેની સાથે તેણે લગ્ન કરવાનું સપનું જોયું હતું. પરંતુ તે ક્યારેય તેની સામે પોતાની લાગણી વ્યક્ત કરી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે 51 વર્ષના કરણે લગ્ન કર્યા નથી અને તે સરોગસી દ્વારા બે બાળકોનો પિતા બન્યો છે.