નવી દિલ્હી: ચાઇના અને ઇન્ડીયાના સીમા વિવાદના લીધે પબજી ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પબજીનો તે ગેમમાં સમાવેશ થાય છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક યુવાનના ફોનમાં પબજી હોવી એક સામાન્ય વાત છે. પબજી બેન થતાં દેશના ઘણા યુવાનો નિરાશ થયા છે. યુવા મોદી સરકારના આ નિર્ણયથી ખુબ નાખુશ જોવા મળી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન અક્ષય કુમારે દેશના યુવાનોને એક નવી ભેટ આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમાર જલદી જ માર્કેટમાં પબજી જેવી જ એક સ્વદેશી ગેમ માર્કેટમાં ઉતારવાના છે જેના લગભગ તમામ ફીચર પબજી ગેમ જેવા જ હશે. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં કર્યો છે. 


આ નવી ગેમનું પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું કે 'હું પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર અભિયાનને સમર્થન કરું છું. હું ખૂબ જ ગર્વ સાથે તમને બધાને આ જાણકારી આપવા માંગુ છું કે અમે તમારા બધા માટે એક મલ્ટીપ્લેયર એક્શન ગેમ લઇને આવી રહ્યા છીએ. આ ગેમને અમે ફૌજી નામ આપ્યું છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube