OMG 2 New Poster: અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ ઓહ માય ગોડ ટુ નું નવું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં જોવા મળશે. અત્યાર સુધીમાં આ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ થયા છે જેને જોઈને લોકોની આતુરતા પણ વધી રહી છે. અક્ષય કુમાર એ ફિલ્મનું જે બીજું પોસ્ટર રિલીઝ કર્યું છે તેનાથી પણ લોકો ઈમ્પ્રેસ થયા છે અને કોમેન્ટ કરીને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Video: Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા


Ranbir Kapoor ની ફિલ્મ Animal ટળી, હવે નહીં થાય 11 ઓગસ્ટે રિલીઝ


સુસ્મિતા સેનની વેબ સિરીઝ તાલીનું જુઓ નવું મોશન પોસ્ટર, જિયો સિનેમાં પર થશે રિલીઝ


આ પોસ્ટમાં અક્ષય કુમાર ભગવાન ભોળાનાથ ના લુકમાં જોવા મળે છે. અક્ષય કુમાર ફોટો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે બસ થોડા દિવસ... ઓએમજી 2 11 ઓગસ્ટ સિનેમા ઘરોમાં... ટૂંક સમયમાં ટીઝર આવશે



અક્ષય કુમારે આ વખતે પંકજ ત્રિપાઠીનું પણ પોસ્ટર સોશિયલ મીડિયા પર  શેર કર્યું છે.. આ પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે મિલતે હૈ સચ્ચાઈ કી રાહ પર... આ ફોટોમાં પંકજ ત્રિપાઠી એ પોતાના માથે તિલક કર્યું છે અને હાથ જોડેલા નજર આવે છે. પંકજ ત્રિપાઠી સાથે આ પોસ્ટરમાં અન્ય લોકો પણ દેખાય છે જે ભક્તિમાં લીન છે.


 



ઓએમજી ટુ ફિલ્મ 11 ઓગસ્ટે રીલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હશે. ચર્ચાઓ છે કે આ ફિલ્મ આ વખતે શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હશે. 


મહત્વનું છે કે 11 ઓગસ્ટે અક્ષય કુમારની આ ફિલ્મની સાથે સની દેઓલની ગદર ટુ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ બંને ફિલ્મો એવી છે જેની રાહ લોકો ઘણા સમયથી જોઈ રહ્યા છે તેથી 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર બે જબરદસ્ત ફિલ્મોનું ક્લેશ જોવા મળશે