Ranbir Kapoor ની ફિલ્મ Animal ટળી, હવે નહીં થાય 11 ઓગસ્ટે રિલીઝ

Ranbir Kapoor: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પોસ્ટપોન થયાની જાણકારી સામે આવી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023 ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ ડિસેમ્બર 2023 સુધી ટળી છે. રિપોર્ટ અનુસાર હવે આ ફિલ્મ એક ડિસેમ્બર રિલીઝ થાય તેવી શક્યતા છે. એનિમલ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવા પાછળનું કારણ ખૂબ જ ખાસ છે.
 

Ranbir Kapoor ની ફિલ્મ Animal ટળી, હવે નહીં થાય 11 ઓગસ્ટે રિલીઝ

Ranbir Kapoor: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પોસ્ટપોન થયાની જાણકારી સામે આવી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023 ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ ડિસેમ્બર 2023 સુધી ટળી છે. રિપોર્ટ અનુસાર હવે આ ફિલ્મ એક ડિસેમ્બર રિલીઝ થાય તેવી શક્યતા છે. એનિમલ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવા પાછળનું કારણ વીએફએક્સ પર કરવાનું કામ છે. ફિલ્મના વી એફ એક્સ પર થોડું કામ કરવાનું હોવાથી આ ફિલ્મી રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.

આ પણ વાંચો: 

આ અંગે જણાવવામાં આવ્યું છે કે ફિલ્મના ડાયરેક્ટર વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ લોકોને આપવા માંગે છે તેથી તે વીએફએક્સમાં કોઈપણ પ્રકારની સમજુતી કરવા ઈચ્છતા નથી. તેમને ફિલ્મ મોડી રિલીઝ થશે તે ચાલશે પરંતુ  વીએફએક્સમાં બાંધછોડ કરવી નથી તેથી હવે આ ફિલ્મની ડેટને આગળ વધારી દેવામાં આવી છે. રણબીર કપૂરની એક્શન ટ્રેલર ફિલ્મ હવે 1 ડિસેમ્બર 2023 ના રોજ રિલીઝ થઈ શકે છે. 

એનિમલ ફિલ્મ પહેલા સલમાન ખાનની ટાઈગર 3 રિલીઝ થવાની છે. ત્યાર પછી રણબીર કપૂરની એનિમલ રિલીઝ થશે અને શાહરુખ ખાનની ડંકી ફિલ્મ પણ ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે. શાહરુખ ખાનની ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની છે તેથી રણબીર કપૂરની ફિલ્મ એનિમલ ને ડિસેમ્બરના પહેલા જ અઠવાડિયામાં રિલીઝ કરી દેવામાં આવશે.

જો કે આ 11 ઓગસ્ટે પણ એનિમલની બોક્સ ઓફિસ પર ઘણી 2 ફિલ્મો સાથે ટક્કર થઈ હોત. કારણ કે આ દિવસે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ઓએમજી 2 અને સની દેઓલની ગદર 2 રિલીઝ થવાની છે. આ સાથે જ આલિયા ભટ્ટની પહેલી હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન પણ 11 ઓગસ્ટે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news