ટ્રાન્સજેન્ડરો માટે ઘર બનાવડાવી રહ્યો છે અક્ષય કુમાર, દાનમાં આપ્યા 1.5 કરોડ
અક્ષય એકવાર ફરી પોતાની ચેરિટીને લઈને ચર્ચામાં છે. પોતાની ટ્રાન્સજેન્ડર ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને ચર્ચામાં ચાલી રહેલા અક્ષયે આ સમુદાય માટે દોઢ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે.
નવી દિલ્હીઃ અક્ષય કુમાર પોતાની ફિલ્મોની સાથે પોતાની ચેરિટીને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી તકે દેશના લોકોને રાહત પહોંચાડવાનું કામ કર્યું છે. અક્ષય એકવાર ફરી પોતાની ચેરિટીને લઈને ચર્ચામાં છે. પોતાની ટ્રાન્સજેન્ડર ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને ચર્ચામાં ચાલી રહેલા અક્ષયે આ સમુદાય માટે દોઢ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે.
ફિલ્મના રાઇટર ડાયરેક્ટર રાઘવ લોરેન્સે પોતાની ફેસબુક પોસ્ટમાં અક્ષય કુમારની ગળામાં માળા પહેરેલી એક તસવીર શેર કરી અને આ પોસ્ટને શેર કરતા લખ્યું, 'હાય દોસ્તો, હું તમારા બધાની સાથે એક ગુડ ન્યૂઝ શેર કરવા ઈચ્છુ છું. અક્ષયે ટ્રાન્સજેન્ડર લોકોના ઘર માટે દોઢ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે.'
તેમણે આગળ લખ્યું, 'જેમ કે બધા જાણો છો લોરેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન, બાળકો માટે ઘર અને દિવ્યાંગ ડાન્સર્સ માટે કામ કરે છે. અમે આ સંસ્થાના 15માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છીએ. અમે આ વર્ષને ખાસ તરીકે ઉજવવા ઈચ્છીએ છીએ, આ કારણ છે કે અમે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે કામ કરવા ઈચ્છતા હતા અને ઘરોની વ્યવસ્થા કરવા માગતા હતા. અમારા ટ્રસ્ટે તેના માટે જમીનની પણ વ્યવસ્થા કરી લીધી છે અને અમે આ બિલ્ડિંગ માટે ફંડ ભેગુ કરી રહ્યાં છીએ.'
તેમણે આગળ લખ્યું, તો લક્ષ્મી બોમ્બના શૂટિંગ દરમિયાન હું અક્ષય સરને આ ટ્રસ્ટના પ્રોજેક્ટ અને ટ્રાન્સજેન્ડર હોમ્સ વિશે વાત કરી રહ્યો હતો. મારી વાતને સાંભળ્યા બાદ અક્ષય સરે ખુદ ટ્રાન્સજેન્ડર માટે ઘર બનાવવાના પ્રોજેક્ટ માટે દોઢ કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. જે પણ મદદ કરે છે, તે મારા માટે ભગવાન હોય છે તો અક્ષય કુમાર મારા માટે ભવના છે. હું તેમનો પ્રોજેક્ટમાં મદદ કરવા માટે આભાર માનુ છું. અમારો ઈરાદો હવે અક્ષય સરની સહાયતાથી ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના અપલિફ્ટ કરવાનો છે. અમે દલદી ભૂમિ પૂજા તારીખની જાહેરાત કરીશું. અમને તમારા આશીર્વાદની જરૂર છે.