આ ગર્લફ્રેન્ડનો હાથ પકડીને અક્કીએ પગ મૂક્યો બોલિવૂડની સીડી પર, પછી મારી દીધો ધક્કો
અક્ષયકુમારની આ ગર્લફ્રેન્ડ હાલમાં બોલિવૂડથી દૂર છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષયકુમારની ગણતરી બોલિવૂડના ટોચના સ્ટાર તરીકે થાય છે. તે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવે છે પણ આમ છતાં તેણે બોલિવૂડમાં પોતાનું મજબુત સ્થાન બનાવ્યું છે.
પોતાની કરિયરમાં અક્ષયકુમારનું નામ અનેક હિરોઇનો સાથે જોડાયું છે જેમાં શિલ્પા શેટ્ટી, રવીના ટંડન, પ્રિયંકા ચોપડા, આયેશા ઝુલ્કા તેમજ પૂજા બત્રાનો સમાવેશ થાય છે. અક્ષયનું નામ પૂજા સાથે ત્યારે જોડાયું હતું જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી પણ નહોતી લીધી. પૂજા અને અક્ષય વચ્ચે અફેર હતું ત્યાર પૂજા ટોચની મોડેલ હતી. અક્ષય એ સમયે પૂજાનો હાથ પકડીને બોલિવૂડની પાર્ટીમાં જતો હતો અને ઓળખ બનાવવાનો પ્રયાસ કરતો હતો. આમ, અક્ષયે પૂજાનો સહારો લઈને જ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી.
[[{"fid":"205126","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"205127","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
હાલમાં પૂજા તો બોલિવૂડથી દૂર છે પણ અક્કી ટોચનો સ્ટાર બની ગયો છે. અક્ષય અને પૂજાએ થોડા સમયના ડેટિંગ પછી અલગ થઈ જવાનું પસંદ કર્યું હતું. પૂજા 1993માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની હતી. આ ખિતાબ જીતતી વખતે તે માત્ર 18 વર્ષની હતી.
પૂજાએ બહુ નાની વયે પાર્ટ ટાઇમ જોબ તરીકે મોડલિંગની શરૂઆત કરી હતી અને લિરિલ સાબુની જાહેરાતે તેને ફેમસ બનાવી દીધી હતી. પૂજાએ આખી દુનિયામાં 250થી વધારે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું છે. તે પરાગ સાડીની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે.