Akshay Kumar Upcoming Films: હાલ અક્ષય કુમારની કારકિર્દી ફ્લોપ ફિલ્મોના ટ્રેક ઉપર ચાલી રહી છે. એક પછી એક તેની બધી જ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. ગયા વર્ષથી જ અક્ષય કુમાર માટે ફ્લોપ ફિલ્મો આપવાનો સમય શરૂ થયો છે. ત્યારે વર્ષ 2023 માં અક્ષય કુમારને આશા હતી કે તેની ફિલ્મ સેલ્ફી સારી કમાણી કરશે. પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ખરાબ રીતે ફ્લોપ થઈ ફિલ્મ Selfiee, ફ્લોપ થવાનું કારણ જણાવતાં Akshay Kumarએ કહી આ વાત


Hiroo Joharની ઈચ્છા હતી કે Ekta Kapoor સાથે થાય દીકરાના લગ્ન, પણ કરને મુકી આ શરત...


Kiara Advaniની ફીમાં અધધધ વધારો... લગ્ન પછી પહેલી ફિલ્મ હશે રામ ચરણ સાથે



જોકે છેલ્લા એક વર્ષમાં બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનાર અક્ષય કુમારની વર્ષ 2023 માં હજુ 5 ફિલ્મો આવશે. આ 5 ફિલ્મો પર કરોડો રૂપિયા દાવ પર લાગ્યા છે. અક્ષય કુમાર એ ગત વર્ષમાં એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી છે તેમ છતાં ફિલ્મ મેકર્સ તેના ઉપર કરોડોનો દાવ રમી રહ્યા છે. અક્ષય કુમાર પાસે હાલ એટલી ફિલ્મો છે જેટલી ખાન બંધુઓ પાસે પણ નથી.


લાલસિંહ ચઢા ફ્લોપ થયા પછી આમિર ખાને બ્રેક લઈ લીધો છે. જાન્યુઆરી મહિનામાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલીઝ થઈ અને તે સુપરહિટ રહી. હવે આ વર્ષમાં શાહરુખ ખાનની ફિલ્મ ડંકી અને જવાન પણ રિલીઝ થશે. એટલે કે આ વર્ષમાં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મો આવશે. સલમાન ખાનની વાત કરીએ તો વર્ષ 2023 માં તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન અને ટાઈગર થ્રી રિલીઝ થશે. પરંતુ આ ત્રણેય કરતાં સૌથી વધારે મુવી અક્ષય કુમારની આવશે. વર્ષ 2023 ની તેની પહેલી ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ ચૂકી છે અને હવે પાંચ ફિલ્મો આવશે. 


આ પણ વાંચો:


Mrs Chatterjee vs Norway ફિલ્મની સ્ટોરી છે કોલકત્તાના આ દંપતિના જીવન પર છે આધારિત


અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પાદુકોણ ખરાબ સમયમાં કરી ચૂક્યા છે આવા કામ


અક્ષય કુમારની આ પાંચ ફિલ્મોમાં બડે મિયા છોટે મિયા, OMG 2, Soorarai Pottru ની હિંદી રીમેક, વેડાત મરાઠે વીર દૌડલે સાત  અને કેપસૂલ ગિલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાંથી કેટલીક ફિલ્મોના શૂટિંગ પૂરા થઈ ચૂક્યા છે અને કેટલીક ફિલ્મોના શૂટિંગ ચાલી રહ્યા છે. જોકે શક્ય છે કે કેટલીક ફિલ્મ 2024 માં પણ રિલીઝ થાય. પરંતુ હાલ આ બધી જ મુવીસ નું શિડ્યુલ 2023 ને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. અક્ષય કુમાર  માટે જોવાનું એ રહ્યું કે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફરી એકવાર આતંક મચાવે છે