નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના પર બોલીવુડના સેલિબ્રિટી પણ ગુસ્સામાં છે. મંગળવારે અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, આવી ઘટનાઓ ક્યારે રોકાશે? દોષિતોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. મહત્વનું છે કે હાથરસમાં ગેંગરેપનો શિકાર બનેલી પીડિતાનું મંગળવારે મોત થઈ ગયું હતું. ત્યારબાદ દેશમાં તેને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય કુમારે શું કહ્યુ?
ગેંગરેપની ઘટના પર અક્ષય કુમારે ટ્વીટ કરતા કહ્યુ- 'હાથરસમાં ખુબ પીડાદાયક ગેંગરેપના મામલાથી ગુસ્સામાં અને ફ્રસ્ટ્રેટેડ છું. આ બધુ ક્યારે રોકાશે? કાયદો અને એજન્સીઓએ કડક થવું જોઈએ અને એવી સજા આપવી જોઈએ જેથી રેપિસ્ટ બીજીવાર કરવાથી ડરે. દોષિતોને ફાંસી આપો. પોતાની બહેન-પુત્રીઓને બચાવવા માટે અવાજ ઉઠાવો, આટલું તો આપણે કરી શકીએ.'



શું છે મામલો?
મંગળવારે સમાચાર આવ્યા કે હાથરસની પુત્રીએ જિંદગી અને મોતથી લડતા આજે દમ તોડી દીધો. આરોપ છે કે 14 સપ્ટેમ્બરે યુવતીની સાથે ગામના દબંગોએ ગેંગરેપ કર્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. પરંતુ હાથરસ પોલીસની એફઆઈઆરમાં ગેંગરેપનો ઉલ્લેખ નથી, પરંતુ પીડિત પરિવાર તે આરોપ લગાવી રહ્યો છે. આ મામલામાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. યોગી સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે. 


આ મામલામાં વિપક્ષી પાર્ટીઓ સિવાય ઘણી સેલિબ્રિટીએ અવાજ ઉઠાવ્યો છે. સ્વરા ભાસ્કર, ઋચા ચડ્ઢા, દીયા મિર્ઝા, હુમા કુરૈશી, ફરહાન અખ્તર સહિત ઘણા સ્ટાર્સે ટ્વીટ કર્યા છે. હુમા કુરૈશીએ લખ્યું- આપણે ક્યાં સુધી આવા ક્રૂર ગુનાઓને સહન કરવા પડશે. આ ભયાનક ગુનો છે અને દોષિતોને દંડ આપવો જોઈએ.