Akshay Kumar Raveena Tandon Love Story: જ્યારે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર 90ના દાયકામાં ફિલ્મોમાં દેખાયા ત્યારે તેમની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચામાં આવી હતી. અક્ષયનું નામ ઘણી ટોચની એક્ટ્રેસીસ સાથે જોડાયું હતું, જેમાંથી કેટલીક સાથે તેના અફેરના સમાચાર પણ સાચા સાબિત થયા હતા. આજે અક્ષયની લવ લાઈફનો જીક્ર કરતા અમે તમને જણાવીએ કે એક સમયે તેનું નામ મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન સાથે જોડાયું હતું. હા, બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેમાંથી એક ફિલ્મ મોહરા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!
અત્યંત રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આપી માત
કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,


અક્ષય-રવીનાની થઈ હતી સગાઈ 


આ ફિલ્મ 1994માં રિલીઝ થઈ હતી અને રવિના અને અક્ષય આ ફિલ્મના સેટ પર ખૂબ જ ક્લોઝ આવ્યા હતા. બંને ફિલ્મના સેટ પર સાથે સમય વિતાવતા હતા, પરંતુ સેટની બહાર તેઓ દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. બધાને લાગતું હતું કે તે તેમનુ રિલેશન એટલું સિરિયસ હતું કે તેઓ લગ્ન કરીને સેટલ થઈ જ જશે, પરંતુ કમનસીબે એવું ન થયું. લગભગ ચાર વર્ષના રિલેશનશિપ પછી એવું કહેવાય છે કે તેમની સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં તેમનો સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ખિલાડીઓ કા ખિલાડી'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધો બગડી ગયા હતા.


અક્ષયનું નામ રેખા સાથે જોડાયું


વાસ્તવમાં એવું થયું કે આ ફિલ્મમાં અક્ષય સાથે રવિના હતી પણ રેખાએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષય સાથે તેના ઘણા હોટ સીન્સ પણ હતા. કહેવાય છે કે રેખા અને અક્ષય ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્લોઝ આવ્યા હતા અને રવિના તેને લઈને ઇન્સિક્યોર થઈ ગઈ હતી. અક્ષયના ધોકાથી રવિનાને શૉક  લાગ્યો હતો અને પરિણામે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે, એવા પણ અહેવાલ હતા કે રવિના સાથે રિલેશનશિપમાં હતા ત્યારે અક્ષયે શિલ્પા શેટ્ટીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે આ બ્રેકઅપ થયું હતું.


આ પણ વાંચો
સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
દેશમાં આ 5 કારને નથી મળ્યો ગ્રાહકોનો પ્રેમ, જાણો તમારી પાસે તો નથીને આ કાર
Jio લાવ્યો સૌથી સસ્તો પ્લાન! આખા વર્ષ માટે Unlimited Calling, Data, આટલી સુવિધાઓ...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube