Rishabh Pant: દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!

Delhi Capital: દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન ઋષભ પંત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તે આઈપીએલ 2023 હાલ ચાલુ છે અને આ બધા વચ્ચે તે સ્ટેડિયમમાં ફેન્સને જોવા મળશે. 

Rishabh Pant: દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!

IPL 2023 Rishabh Pant: આઈપીએલ 2023 શરૂ થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હતી. ટીમના નિયમિત કેપ્ટન ઋષભ પંતનો ગત વર્ષે કાર અકસ્માત થયો હતો. આ ઘટનાના કારણે ઋષભ આઈપીએલની આ વખતની સીઝનમાંથી બહાર થઈ ગયો અને હાલ ડેવિડ વોર્નલ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળે છે. આ બધા વચ્ચે ઋષભ પંતના ચાહકો માટે મોટા ખુશખબર આવ્યા છે. તે દિલ્હી કેપિટલ્સની આગામી મેચ દરમિયાન ફેન્સ વચ્ચે મેદાન પર જોવા મળશે. 

ઋષભ પંતના ચાહકો માટે મોટા ખુશખબર
દિલ્હી કેપિટલ્સ પોાતની આગામી મેચ આવતી કાલે 4થી એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ મેચમાં ઋષભ  પંત પણ જોવા મળશે. જો કે ઋષભ પંત આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દિલ્હીને સપોર્ટ કરતો જોવા મળશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને આ વાતની પુષ્ટિ પણ કરી છે કે ઋષભ પંત અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ દરમિયાન હાજર રહેશે. 

અત્ર જણાવવાનું કે દિલ્હી અને લખનઉ વચ્ચે રમાયેલી પહેલી મેચ દરમિયાન ઋષભ પંતની હાજરીનો અહેસાસ કરાવવા માટે ટીમે ઋષભ પંતની 17 નંબરવાળી જર્સીને ડગઆઉટમાં લટકાવી હતી. આઈપીએલ 2023ની શરૂઆત પહેલા જ દિલ્હીની ટીમે સ્પષ્ટ કર્યું હતું કે પંતની જર્સી સમગ્ર સીઝન દરમિયાન તેમની સાથે રહેશે. બીજી બાજુ ટીમના કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે તેઓ ટીમનું મનોબળ વધારવા માટે ઋષભ પંતને સ્ટેડિયમમાં લાવવાની કોશિશ કરશે. ટીમના કોચિંગ સ્ટાફ અને ઓનર પણ પોતાના નિયમિત કેપ્ટનને મિસ કરી રહ્યા છે. 

— ANI Digital (@ani_digital) April 3, 2023

માંડ માંડ બચ્યો હતો અકસ્માતમાં
ઋષભ પંતની કારનો 30 ડિસેમ્બર 2022ના રોજ સવારે 5.30 વાગે રૂરકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ પાસે રેલિંગ સાથે ટકરાતા અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ તે દહેરાદૂનમાં હોસ્પિટલમાં હતો. ત્યારબાદ તેને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પંતના ઘૂંટણ અને એડીમાં લિગામેન્ટ ટિયરની સર્જરી કરાઈ હતી. ઋ,ભ પંતને હાલ મેદાન પર ખેલમાં વાપસી કરતા લાંબો સમય લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news