મુંબઈ : બોલિવૂડમાં ફાધર્સ ડેની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સે આ દિવસની ઉજવણી કરી હતી. જોકે આમાં બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારનો અંદાજ બધાથી અલગ હતો. હકીકતમાં અક્ષયકુમારને ફાધર્સ ડેના દિવસે તેની દીકરી નિતારાએ કહ્યું કે તેને પાળેલું જાનવર જોઈએ છે. અક્ષયે જ્યારે સવાલ કર્યો કે તેને ક્યું પ્રાણી જોઈએ છે તો નિતારાએ જવાબ આપતા કહ્યું કે હવાઇ ઘોડો (હવામાં ઉડતો ઘોડો) જોઈએ છે. નિતારાની ઇચ્છા જાણીને અક્ષયના હોંશ ઉડી ગયા પણ આખરે તેણે નિતારાની ઇચ્છા પુરી કરી. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...