નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અલી ફજલ (Ali Fazal) તાજેતરમાં જ ડબિંગ માટે લાંબા સમય પછી સ્ટુડિયો પહોંચ્યા. જોકે હાલ કોરોના વાયરસની મહામારીનો ખાસ પ્રકોપ છે. તેમછતાં પણ અલીને લાગે છે કે હવે ડરવાની કોઇ જરૂર નથી. અભિનેતાએ વેબ સીરીઝ 'મિર્ઝાપુર'ની બીજી સિઝન માટે કામ પર વાપસી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ''હું કામ પર જવાને લઇને ખુશ છું. આપણે ડરનો શિકાર ન બની શકીએ. ડરવાથી કંઇ થઇ ન શકે. આપણે સ્માર્ટ, સ્વસ્થ્ય અને સતર્ક રહેવાની જરૂર છે. લોકડાઉનના કારણે અત્યાર સુધી પોતાના ઘરથી કામ કરી રહેલા કલાકાર ડબિંગ માટે તાજેતરમાં જ સ્ટૂડિયોમાં ભેગા થયા. 


શ્વેતા ત્રિપાઠી શર્મા સહિત તમામ કલાકારના ઉપરાંત પ્રોડક્શન ટીમે લોકો પણ તેમાં સામેલ થયા. આ દરમિયાન અભિનેતાએ સુનિશ્વિત કર્યું કે તે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરે. અલીએ કહ્યું કે 'અમે લોકડાઉન પહેલાં કેટલાક એપિસોડ ડબ કર્યા હતા, એટલા માટે અમે વચ્ચે શરૂઆત કરી. કામ પર પરત આવવું સારી વાત હતી કારણ કે આ અસામાન્ય રૂપથી લાંબો બ્રેક હતો. અમે શો માટે લાંબા સમય સુધી શૂટીંગ કર્યું, એટલા માટે થોડો સમય લાગ્યો.  
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube