મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ હજુ પૂરુ થયું નથી અને આ ફિલ્મ કાયદાકીય વિવાદમાં ફસાય છે. આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ગંગૂબાઈ કાઠિવાયાડીના પુત્ર બાબૂજી રાવજી શાહે કર્યો છે. બાબૂજીએ આ કેસ સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ, ભણસાલી પ્રોડક્શન, લેખક હુસૈન જેદી અને રિપોર્ટર જેન બોર્ગિસના નામ પર કર્યો છે. ગંગૂબાઈના પુત્ર બાબૂજી રાવજીએ ભણસાલી પાસે શૂટિંગ રોકવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈદીના પુસ્તક પર આધારીત છે કહાની
મહત્વનું છે કે ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીની વાર્તા 'ધ માફિયા ક્વીન ઓફ મુંબઈ' પર આધારિત છે. આ પુસ્તક લેખત હુસૈન જેદીએ લખી છે અને તેમાં જેન બોર્ગિસના ઓરિજનલ રિસર્ચના આધાર પર વાતો લખવામાં આવી છે. માહિતી પ્રમાણે ગંગૂબાઈના પુત્ર બાબૂજીએ આ પુસ્તકને માનહાનિકારક ગણાવી છે. તેમણે પેજ 50થી 69 સુધીના ભાગને ખોટો ગણાવ્યો છે. 


આ રીમેકમાં ટકરાશે Hrithik Roshan અને Saif Ali Khan, જાણો કોણે કર્યો આમિર ખાનને રિપ્લેસ


ગંગૂબાઈનો પરિવાર પરેશાન
બાબૂજી રાવજી શાહના વકીલ નરેન્દ્ર દુબેએ એક મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને અન્ય વિરુદ્ધ માનહાનિ, મહિલાની ખોટી રજૂઆત અને અન્ય મામલામાં કેસ દાખલ કરી શકીએ. દુબેએ જણાવ્યુ, જ્યારથી ફિલ્મનો પ્રોમો સામે આવ્યો છે, ગંગૂબાઈના પરિવારને લઈને અફવાઓ ઉડવી શરૂ થઈ ગઈ છે અને બાબૂજી રાવજીને પરેશાન કરવામાં આવ્યા છે. તેમનો પગ તોડવામાં આવ્યો. તેમના સંબંધિઓને પણ હેરાન કરવામાં આવ્યા છે. 


મહત્વનું છે કે લૉકડાઉન બાદ સંજય લીલા ભણસાલી અને ફિલ્મ ગંગૂબાઈના નિર્માતાઓએ તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મની શૂટિંગનું નાઇટ શેડ્યૂલ પૂરુ કરી લેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ આગળ બનશે કે તેનું શું થશે, આ વાતની જાણકારી તો આવનારા સમયમાં જ મળશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube