આ રીમેકમાં ટકરાશે Hrithik Roshan અને Saif Ali Khan, જાણો કોણે કર્યો આમિર ખાનને રિપ્લેસ

પહેલા બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની આ ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હતી. 

આ રીમેકમાં ટકરાશે Hrithik Roshan અને Saif Ali Khan, જાણો કોણે કર્યો આમિર ખાનને રિપ્લેસ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રિતિક રોશન  (Hrithik Roshan) અને સેફ અલી ખાન  (Saif Ali Khan) 2017 ની તમિલ સુપરહિટ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિન્દી  (Vikram Vedha Hindi) રીમેકમાં જોવા મળશે. 

મૂળ ફિલ્મમાં પોલીસ અધિકારી વિક્રમની ભૂમિકામાં આર માધવન જોવા મળ્યા હતા. તો વિજય તેસુપતિએ ગેંગસ્ટરર વેધા (Vijay Setupati)નો રોલ કર્યો હતો. હિન્દી રીમેકમાં રિતિક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે,જ્યારે સૈફ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. 

સૈફ અલી ખાન  (Saif Ali Khan) પહેલા બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન  (Aamir Khan)  ગેંગસ્ટર વેધાની ભૂમિકા માટે પસંદ થયા હતા, પરંતુ રિપોર્ટ પ્રમાણે આમિર ખાને તેમાં કામ કરવાની ના પાડી દીધી છે, ત્યારબાદ રિતિકને તેમાં સામેલ કરવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે પાછલા વર્ષોમાં સાઉથ સુપરહિટ ફિલ્મોની રીમેકને બોલીવુડમાં જબરદસ્ત સમર્થન મળ્યું છે. પાછલા વર્ષએ શાહિદ કપૂરની કબીર સિંહે લોકોનું દિલ જીતી લીધુ હતું તો જલદી શાહિદ જર્સીની રીમેકમાં જોવા મળવાનો છે. 

જો રિતિકના વર્કફ્રંટની વાત કરીએ તો લોકો આતૂરતાથી તેની સુપરહીરો વાળી સિરીઝ 'કૃષ'ની આગામી જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. પાછલા વર્ષે રિતિક રોશન વોર અને સુપર 30મા જોવા મળ્યો હતો. જો સૈફ અલી ખાનની વાત કરીએ તો તે જલદી આદિપુરૂષમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news