Extra Marital Affair: અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે આગળ રહી છે અને પોતાના મનની વાત કરવામાં ક્યારેય સંકોચ કરતી નથી. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી આલિયા ઘણીવાર વિવાદો અને ટ્રોલનો શિકાર બને છે. જો કે, અભિનેત્રી પોતાના પર થતી ટિપ્પણીઓ અથવા નફરત પર ક્યારેય ધ્યાન આપતી નથી અને તેનું કામ કરે રાખે છે. વેલ, ફરી એકવાર આલિયા તેના એક જૂના ઇન્ટરવ્યુમાં બેવફાઈ પરના તેના નિવેદનને કારણે હેડલાઇન્સમાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં, એક Reddit યુઝર્સે આલિયા ભટ્ટનો જૂનો ઈન્ટરવ્યુ કાઢ્યો હતો, જેમાં અભિનેત્રીએ તેના પિતા મહેશ ભટ્ટના એક્સ્ટ્રા-મેરિટલ અફેર વિશે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટે કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા અને બંનેને પુત્રી પૂજા ભટ્ટ છે. કિરણ સાથે લગ્ન કર્યા બાદ મહેશ ભટ્ટ સોની રાઝદાનને મળ્યો અને પ્રેમમાં પડ્યો. મહેશે કિરણ સાથે સંબંધ તોડી નાખ્યો હોવા છતાં તેણે ક્યારેય તેને છૂટાછેડા આપ્યા ન હતા.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ


આલિયાએ મહેશ ભટ્ટનો બચાવ કર્યો
આલિયાએ તેની ફિલ્મ 'કલંક'ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુ દરમિયાન, આલિયા ભટ્ટે બેવફાઈ અને એક્સ્ટ્રા મૈરિટલ અફેર્સ અંગે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આલિયાએ કહ્યું કે તે બેવફાઈને પ્રોત્સાહન આપતી નથી કારણ કે વસ્તુઓ કારણસર થાય છે. પિતાના સંબંધો વિશે વાત કરતાં આલિયાએ કહ્યું- મારા પિતા મારી માતાને એટલા માટે મળ્યા કારણ કે તેમનું અફેર હતું. હું જીવન અંગે એટલી કાળી કે  સફેદ નથી. અલબત્ત, તમે બેવફાઈને પ્રોત્સાહન આપવા માંગતા નથી અને હું પણ આપતી નથી, પરંતુ હું મનુષ્યોને સમજું છું. તે હંમેશા એટલું સરળ નથી હોતું અને તે એવી વસ્તુ છે જે ખૂબ ફેમસ છે.


આ પણ વાંચો: 6 એપ્રિલથી બનશે ખૂબ જ શુભ માલવ્ય યોગ, આ રાશિના લોકો પર ધન અને પ્રેમનો વરસાદ થશે!
આ પણ વાંચો: Pension Scheme: પરીણિતોને ફાયદો જ ફાયદો, મોદી સરકાર આપી રહી છે પૂરા 51,000!
આ પણ વાંચો: Teacher's Village: આ છે શિક્ષકોનું ગામ, 600 ઘરોના આ ગામમાંથી બન્યા 300થી વધુ શિક્ષકો


બેવફાઈ બહુ સામાન્ય છે - આલિયા ભટ્ટ
ઇન્ટરવ્યુમાં આગળ, 30 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે બેવફાઈ આપણા સમાજમાં ખૂબ ફેમસ છે અને વ્યક્તિએ યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ. આલિયાએ કહ્યું- તમે એમ ન કહી શકો કે હવે એવું નથી. તેથી તેને સમજવાનો પ્રયાસ કરો, તેને અલગ રીતે જુઓ અથવા તેની સાથે અસંમત થાઓ, પરંતુ તેના પર પ્રશ્ન ન કરો.


લોકોએ ઠપકો આપ્યો
આલિયા ભટ્ટની બેવફાઈ અને અફેર અંગેની ટિપ્પણીઓ ઇન્ટરનેટ પર હવે વાયરલ થઈ રહી છે અને લોકો તેને પિતા મહેશ ભટ્ટનો બચાવ કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી- અભિનેત્રી હવે બેવફાઈને સામાન્ય કહી રહી છે?? તે તેને ન્યાયી ઠેરવવા બંધાયેલી છે. બીજા યૂઝરે આ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રણબીર દગો આપશે ત્યારે જ એ સમજશે.


આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube