Heart Of Stone Trailer: આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટની આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે, સાથે જ આ પહેલીવાર છે જ્યારે આલિયા હોલિવૂડની કોઈ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેની ડોર્નન લીડ રોલમા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ગેલ ગેડોટ એક સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. જે પોતાના મિશનને પાર પાડવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થતી જોવા મળશે. ટ્રેલરમાં બોલાયેલા ડાયલોગ્સ પણ ખૂબ જ જોરદાર છે. આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર શેર કર્યું છે. જેમાં તે માત્ર થોડા જ સીનમા જોવા મળી. જોકે, વિલનનો રોલ કરી રહેલી આલિયાએ આમાં પણ જીત મેળવી છે.


આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા
સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube