નવી દિલ્હીઃ બોલીવુડના હોટ કપલની લિસ્ટમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું નામ સૌથી ઉપર આવે છે. આ બંનેને સાથે જોવા માટે ફેન્સ આતુર હોય છે, હાલમાં બંને ડેટ પર નિકળ્યા, આ દરમિયાન આલિયા ભટ્ટ કેમેરાની સામે આવતા શરમાવા લાગી હતી. આલિયા ભટ્ટનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિનર ડેટ પર પહોંચ્યા આલિયા-રણબીર
ગંગૂબાઈ કાઠિયાવાડી સ્ટાર આલિયા ભટ્ટ સતત ચર્ચામાં બનેલી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તેવામાં આલિયા ભટ્ટ સતત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આલિયા ભટ્ટે ફિલ્મની સફળતા બાદ જશ્ન મનાવવાનો શરૂ કરી દીધો છે. પાછલી રાત્રે આલિયા ભટ્ટ ડિનર માટે ઘરની બહાર નિકળી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ડિનર ડેટ પર પહોંચ્યા હતા. 



વાયરલ થઈ તસવીરો
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની તસવીરો વાયરલ થઈ રહી છે. ફેન્સ બંનેને પરફેક્ટ કપલ ગણાવી રહ્યાં છે. આ દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટનો હાથ પકડ્યો હતો. બોલીવુડના આ યંગ કપલનો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. મીડિયાને જોઈને આલિયા શરમાય ગઈ હતી. તો રણબીર કપૂર પણ આલિયાની પાછળ-પાછળ ચાલતો જોવા મળ્યો હતો. 


આ પણ વાંચોઃ મહામારી બાદ મોટી સફળ ફિલ્મ બની The Batman, કમાણી સાંભળીને શોક્ડ થઈ જશો


બોક્સ ઓફિસ પર ગંગૂબાઈની ધમાલ
પોતાના ડિનર ડેટ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મીડિયાથી દૂર ભાગી રહ્યાં હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફટાફટ ત્યાંથી રવાના થયા હતા. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ગંગૂબાઈએ અત્યાર સુધી 100 કરોડથી વધુની કમાણી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube