મહામારી બાદ મોટી સફળ ફિલ્મ બની The Batman, કમાણી સાંભળીને શોક્ડ થઈ જશો

The Batman Box Office Collection: ધ બેટમેન ફિલ્મે યુએસ બોક્સ ઓફિસ પર 134 મિલિયન ડોલરની કમાણી કરીને રેકોર્ડ બ્રેક કરી દીધો છે 

મહામારી બાદ મોટી સફળ ફિલ્મ બની The Batman, કમાણી સાંભળીને શોક્ડ થઈ જશો

ઝી મીડિયા/બ્યૂરો :‘ધ બેટમેન’ ફિલ્મે રિલીઝ થતા જ યુએસ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ધ બેટમેન ફિલ્મે વિકેન્ડમાં આવીને અમેરિકન સિનેમાઘરોમાં 134 મિલિયન ડોલરનું કલેક્શન કર્યુ છે. જે ટ્રેડ એનાલિસ્ટ્સના અનુમાન 128.5 મિલિયન ડોલરથી વધુ હતું.

સ્પાઈડર મેનને આપી માત
વેરાયટી ડોટ કોમના રિપોર્ટ અનુસાર, ટિકિટના વેચાણમાં 2022 ની સૌથી દમદાર ઓપનિંગ સાથે ‘સ્પાઈડર મેન નો વે હોમ’ બાદ આ એક જ વિકેન્ડમાં 100 ડોલરનો આંકડો પાર કરનારી આ બીજી ફિલ્મ છે. જોકે, આ ફિલ્મે સ્પાઈડર મેન નો વે હોમનો રેકોર્ડ અત્યાર સુધી તોડી શકાયો નથી. પરંતુ એક બે દિવસની કમાણી બાદ આ રેકોર્ડ પણ તૂટી જશે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. મહામારીની વચ્ચે ફિલ્મ બહુ જ સારુ પ્રદર્શન કરી રહી છે. 

રોજ થાય છે રૂપિયાનો વરસાદ
ફિલ્મે શુક્રનવારે 57 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જેમા મંગળવાર અને બુધવારના ફેન ઈવેન્ટ પણ સામેલ છે. તો શનિવારે 43.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી. સોનીની પોતાની કોમિક બુક પર બનેલી મોરબિયસ 1 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં હિટ થવા સુધી ધ બેટમેન યુએસ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકે છે. 

વિશ્વ માર્કેટમાં તહેલકો
આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ બેટમેન ફિલ્મે 74 વિદેશી બજારથી 124 મિલિયન ડોલર પર કબજો મેળવી લીધો છે. જેનાથી તેની વૈશ્વિક સંખ્યા 258 મિલિયન ડોલર થઈ ગઈ છે. પહેલેથી જ 200 મિલિયન ડોલરના બજેટવાળી ધ બેટમેન વોર્નર બ્રધર્સ માટે એક વ્યવસાયિક વિજેતા બની છે. વોર્નર બ્રધર્સે એચબીએ મેક્સ પર પોતાની નવી ફિલ્મ પિલ્મોના ટાઈલ રિલીઝ કરતા પહેલા જ પોતાની ફિલ્મોને 45 દિવસો સુધી સિનેમાઘરોમાં રજૂ કરવાની જાહેરાત કરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news