નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અભિનેત્રીએ પોતાની ખાસ બહેનપણીના સંગીતમાં ધમાલ મચાવી દીધી. તેના ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જો કે દરેકની નજર તેના ડાન્સ કરતા પણ વધારે તો તેણે પહેરેલા ડ્રેસ અને તેમા પણ બ્લાઉઝ પર ટકી ગઈ હતી. અભિનેત્રીએ અનુષ્કા રંજનના સંગીતમાં જે ચણીયાચોળી પહેર્યા હતા તેની ચોળી એટલે કે બ્લાઉઝ કઈક હટકે જ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયાનો બ્લાઉઝ ચર્ચામાં
ગત રાતે અનુષ્કા રંજન અને આદિત્ય સીલની સંગીત સેરેમની થઈ. આ સેરેમનીમાં કલાકારોનો જમાવડો જોવા મળ્યો. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે આજે એટલે કે 21 નવેમ્બરે તેમના લગ્ન યોજાયા છે. સંગીત સેરેમનીમાં તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે આલિયા ભટ્ટ ખુબ સજી ધજીને પહોંચી હતી. અભિનેત્રીને જેણે પણ જોઈ તે બસ જોયા જ કરે. જો કે તેના બ્લાઉઝે બધાને વિચારતા કરી દીધા કે આખરે આલિયાએ આ શું પહેર્યું છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ ટ્રોલ થઈ રહી છે. 


Anupama માંથી થશે આ હેન્ડસમ અભિનેતાની વિદાય? ચાહકોને નામ જાણીને લાગશે મોટો આઘાત, આ કારણે લીધો નિર્ણય!


કોણ છે અનુષ્કા રંજન
આલિયા ભટ્ટની ખાસ દોસ્ત અનુષ્કા રંજન અભિનેતા- ડાયરેક્ટર શશી રંજનની પુત્રી છે. અનુષ્કા પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયો માટે પણ જાણીતી છે. 2015માં તેણે વેડિંગ પુલાવથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તે વેબસિરીઝ ફિતરતમાં પણ કામ કરી ચૂકી છે. 21 નવેમ્બરે એટલે કે આજે અનુષ્કા આદિત્ય સીલ સાથે સાત ફેરા લઈ રહી છે. જેમાં બોલીવુડની અનેક હસ્તીઓ સામેલ થશે. 


Pics: Arjun Rampal ની ગર્લફ્રેન્ડે બેકલેસ ટોપ સાથે પહેર્યું એવું પેન્ટ, ડિઝાઈનર અંડરગાર્મેન્ટ સુદ્ધા દેખાઈ ગયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube