Anupama માંથી થશે આ હેન્ડસમ અભિનેતાની વિદાય? ચાહકોને નામ જાણીને લાગશે મોટો આઘાત, આ કારણે લીધો નિર્ણય!
ટીવીના ફેમસ શો અનુપમામાં હાલના દિવસોમાં ઉપરાછાપરી નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે), કાવ્યા (મદલસા શર્મા) અને અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) શોના તમામ મુખ્ય પાત્રો દર્શકોના હ્રદય પર છવાયેલા છે.
Trending Photos
નવી દિલ્હી: ટીવીના ફેમસ શો અનુપમામાં હાલના દિવસોમાં ઉપરાછાપરી નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે), કાવ્યા (મદલસા શર્મા) અને અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) શોના તમામ મુખ્ય પાત્રો દર્શકોના હ્રદય પર છવાયેલા છે. પરંતુ હવે આ શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. સુધાંશુ પાંડે એટલે કે વનરાજ આ શોમાંથી જલદી વિદાય લઈ શકે છે.
આ છે કારણ
વાત જાણે એમ છે કે સુધાંશુ પાંડે બહુ જલદી એક વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝ એક પોલિટિકલ ડ્રામા હશે. ટેલિચક્કરના રિપોર્ટ મુજબ આ વેબ સિરીઝમાં સુધાંશુ પાંડે એક આકર્ષક અને યુવા રાજનેતાની ભૂમિકામાં જોવા મળશે. તમામ વાતો સાંભળીને એવું લાગી રહ્યું છે કે ખરેખર સુધાંશુ પાંડે આ રોલમાં પરફેક્ટ જોવા મળશે.
નવા પ્રોજેક્ટ વિશે કહી આ વાત
પોતાની આ વેબ સિરીઝ અંગે સુધાંશુ પાંડે ખુબ એક્સાઈટેડ છે. આ સિરીઝ અંગે વાત કરતા સુધાંશુ પાંડેએ કહ્યું કે આ પ્રોજેક્ટ સોશિયલ એક્ટિવિસ્ટ સુનિલ સિહાગ ગોરા બનાવી રહ્યા છે. તે તેમના પુસ્તક ડે ટર્ન્સ ડાર્ક પર આધારિત છે. અમે લોકો શ્રી ગંગાનગર અને રાજસ્થાનમાં શુટિંગ કરીશું. હું આ સિરીઝમાં યંગ પોલિટિશિયનનો રોલ ભજવી રહ્યો છું. જે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં છે અને પોતાના ગામના લોકો માટે કઈક કરવા માંગે છે.
શું અનુપમાને અલવિદા કહેશે?
જ્યારથી આ વેબસિરીઝ સાથે સુધાંશુના જોડાવવાના સમાચાર આવ્યા છે ત્યારથી તેના શો છોડવાની વાતો પણ સામે આવી રહી છે. કારણ કે વેબસિરીઝ અને સિરીયલનું શુટિંગ સાથે સાથે કરવું કદાચ મુશ્કેલ બને અને સુધાંશુ પોતાની સિરીયલ છોડી દે? પરંતુ ખબર મુજબ આ વાતના ચાન્સ ઓછા છે. કારણ કે શોની કહાનીમાં હાલના દિવસોમાં વનરાજને કઈક દૂર દૂર રાખવામાં આવે છે. આવું જ ચાલતું રહ્યું તો જલદી શોની સાથે સાથે તે પોતાની વેબ સિરીઝનું પણ શુટિંગ કરી શકશે. હા એ જરૂર બની શકે કે આવનારા સમયમાં આપણને શોમાં વનરાજનો ગુસ્સો થોડો ઓછો જોવા મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે