Alia Bhatt: બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું નામ આવે છે. થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટે સુંદર દીકરી રાહાને જન્મ આપ્યો છે. આલિયાએ દીકરીના જન્મ પહેલા કામમાંથી બ્રેક લઈ લીધો હતો. હવે દીકરીના જન્મ પછી તેણે કરણ જોહર ની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' માટે શૂટિંગ શરૂ કર્યું છે. જો કે દીકરીના જન્મ પછી કામ કરવું આલિયા ભટ્ટ માટે સરળ નથી અને તેના કારણે તેને થેરાપી લેવાની જરૂર પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Shahrukh થી લઈ Alia Bhatt સુધીના આ સ્ટાર્સ એક ફિલ્મ માટે કરે છે કરોડો રુપિયા ચાર્જ


Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાનનો જાદુ ના ચાલ્યો... ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો


દેશને હચમચાવી દેનાર હત્યા પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ રિલીઝ


દીકરીના જન્મ પછી આલિયા ભટ્ટ સતત ચિંતામાં રહે છે. એક મુલાકાત દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે દીકરીના જન્મ પછી સતત તેને ચિંતા સતાવે છે કે તે પોતાના બાળક અને કામ વચ્ચે બેલેન્સ કરી શકશે કે નહીં. તેને આગળ જણાવ્યું હતું કે તેની દીકરી ખુશમિજાજ બાળકી છે. તમે તેની સામે જોઈને થોડી સ્માઈલ કરો તો પણ તે હસી પડે છે. જોકે રાહાના જન્મ પછી આલિયા ભટ્ટને ઘણી વખત મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે. 


આલિયા ભટ્ટ એ જણાવ્યું હતું કે તેને હંમેશા બધી જ વસ્તુ પરફેક્ટ પસંદ છે અને તે દરેક બાબતમાં બેલેન્સ રાખવા ઈચ્છે છે. તેથી તે કામ માટે પણ પેશન જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ માતા બન્યા પછી બાળક ની દેખરેખ ને લઈને માતા ઉપર પ્રેશર વધે છે. આ બધી જ ચિંતા ના કારણે આલિયા ભટ્ટ પણ પરેશાન રહે છે. 


આલિયા ભટ્ટ ની ફિલ્મોની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે.