Shahrukh Khan થી લઈ Alia Bhatt સુધીના આ સ્ટાર્સ એક ફિલ્મ માટે કરે છે કરોડો રુપિયા ચાર્જ

Bollywood Actors Fees:  બોલીવુડમાં એક ફિલ્મોનો બિઝનેસ 100 કરોડની નજીક થોડા જ દિવસોમાં પહોંચી જાય છે. તેવામાં બોલીવુડના જાણીતા સ્ટાર્સની ફી પણ વધારો જોવા મળે છે.  સુપરહીટ ફિલ્મો આપતાં સ્ટાર્સની ફીમાં પણ કરોડોનો વધારો થાય છે. તો ચાલો તમને જણાવીએ શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધીના મોટા સ્ટાર્સ એક ફિલ્મ માટે કેટલી ફી લે છે.

શાહરૂખ ખાન

1/5
image

શાહરૂખ ખાને તેની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી છે. ફિલ્મ પઠાણ જબરદસ્ત હિટ હતી, હવે તેની વધુ બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તેની ફી વિશે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કિંગ ખાન હવે એક ફિલ્મ માટે 100 કરોડ ચાર્જ કરે છે.

રણબીર કપૂર

2/5
image

રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ હિટ રહી હતી. ત્યારબાદ તાજેતરમાં રીલિઝ થયેલી તુ જૂઠી મેં મક્કાર ફિલ્મ પણ જબરદસ્ત હિટ રહી હતી. જેના પછી તેણે પણ ફિલ્મ માટે તગડી ફી વસુલવાનું શરુ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર એક ફિલ્મ માટે 25 થી 30 કરોડ ચાર્જ કરે છે.

આલિયા ભટ્ટ

3/5
image

ગયા વર્ષે આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' આવી હતી જે હિટ રહી હતી, ત્યારબાદ તેણે પણ પોતાની ફી વધારી દીધી. હવે તે એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આલિયાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' છે.

કંગના રનૌત

4/5
image

બોલિવૂડની ક્વીન કંગના રનૌત પણ આ બાબતમાં કોઈથી કમ નથી. છેલ્લા કેટલાક સમયમાં આવેલી તેની ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી, ત્યારબાદ તે હવે પોતાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મો પર ધ્યાન આપી રહી છે. થલાઈવી બાદ કંગનાએ તેની ફી વધારીને 26 કરોડ કરી દીધી છે.

આયુષ્માન ખુરાના

5/5
image

આયુષ્માન ખુરાના એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે તેની 'અનેક' અને 'ડોક્ટર જી' ફિલ્મ ફ્લોપ રહી ત્યારબાદ તેની ફીમાં પણ થોડો ઘટાડો કરવામાં આવ્યો છે.