નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ 'સડક-2'માં પહેલીવાર પોતાના પિતા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે કામ કરશે. 'સડક 2'માં આવેલી 'સડક'ની સીક્વલ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા સાથે સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર જોવા મળશે. આ ફિલ્મ પહેલાં આલિયાએ સંજય અને આદિત્યની સાથે 'કલંક'માં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોનું દિલ જીતી શકી ન હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: સુહાના ખાનનો પાર્ટી ડાન્સ થયો વાયરલ, ડ્રેસ જોઇને લોકો કરવા લાગ્યા ટ્રોલ


આ દરમિયાન સમાચાર આવ્યા છે કે આલિયા ભટ્ટ ફિલ્મ 'સડક 2'માં ફરીથી નો મેકઅપ પોલિસી અપનાવવાના છે. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના અનુસાર આ ફિલ્મની મેકઅપ ટીમ આલિયાના ચહેરા પર ફાઉંડેશનની સાથે સામાન્ય પ્રાઇમર બેસ યૂઝ કરશે, જેથી ઇફેક્ટ આવી. તો બીજી તરફ ગાલ પર રોજ બ્લશ હશે, આંખોમાં કાજલ અને પિંક કલરની લાઇટ લિપસ્ટિક. આલિયા માટે આ લુક કોઇ નવી વાત નથી, તે આ પહેલાં પણ રાજી, હાઇવે, ઉડતા પંજાબ અને ગલી બોય જેવી ફિલ્મોમાં ખૂબ લાઇટ મેકઅપમાં જોવા મળી હતી અને દર્શકોને તે ખૂબ ગમી હતી. 



ડીએનએના સોર્સ અનુસાર 'સડક 2'ના સેટ પર પૂજા, આલિયા, સંજૂ, આદિત્યની ઇક્વેશન એકબીજા સાથે ખૂબ સારી થઇ ગઇ છે. સેટ પર બિલકુલ ફેમિલી જેવો માહોલ રહે છે. 'સડક 2' આગામી વર્ષે 10 જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત આલિયા પોતાની બીજી ફિલ્મો 'બ્રહ્માસ્ત્ર', 'તખ્ત', 'ઇંશાઅલ્લાહ'માં પણ બીજી છે. તો બીજી તરફ આદિત્ય પોતાની ફિલ્મ 'મલંગ'ને લઇને ચર્ચામાં છે, આ ફિલ્મમાં આદિત્ય સાથે કેટરીના કૈફ જોવા મળશે.