Video: સુહાના ખાનનો પાર્ટી ડાન્સ થયો વાયરલ, ડ્રેસ જોઇને લોકો કરવા લાગ્યા ટ્રોલ

બોલીવુડના કિંગ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન મોટાભાગે પૈપરીઝના કેમેરામાં કેદ થતી રહે છે. સુહાના ખાનના બોલીવુડ ડેબ્યૂને લઇને અવાર-નવાર સમાચારો આવતા રહે છે. સુહાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુહાના સિલ્વર કલરનો ડ્રેસ પહેરીને મૂવ્સ કરતી જોવા મળી રહી છે. સુહાનાનો વીડિયો સામે આવતાં જ લોકોએ સ્ટાર કિડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલીવાર નથી કે જ્યારે સુહાનાને ટ્રોલ કરવામાં આવી રહી છે.  

Video: સુહાના ખાનનો પાર્ટી ડાન્સ થયો વાયરલ, ડ્રેસ જોઇને લોકો કરવા લાગ્યા ટ્રોલ

નવી દિલ્હી: બોલીવુડના કિંગ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન મોટાભાગે પૈપરીઝના કેમેરામાં કેદ થતી રહે છે. સુહાના ખાનના બોલીવુડ ડેબ્યૂને લઇને અવાર-નવાર સમાચારો આવતા રહે છે. સુહાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુહાના સિલ્વર કલરનો ડ્રેસ પહેરીને મૂવ્સ કરતી જોવા મળી રહી છે. સુહાનાનો વીડિયો સામે આવતાં જ લોકોએ સ્ટાર કિડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલીવાર નથી કે જ્યારે સુહાનાને ટ્રોલ કરવામાં આવી રહી છે.  

ફોટોગ્રાફર વીરલ ભાયયાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે જેમાં સુહાના મસ્તીમાં ઝૂમતી જોવા મળી રહી છે. સુહાનાની શોર્ટ સિલ્વર ડ્રેસના લીધે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

ઇંસ્ટાગ્રામ પર એક યૂઝરે કહ્યું કે બાપાના પૈસે કેવી રીતે એશ કરી રહી છે બગડેલી ઔલાદ તો બીજી તરફ લોકોનું કહેવું છે કે તો ફક્ત 18 વર્ષની ફન લવિંગ ટીનેએજર છે જેને લોકોને જજ ન કરવા જોઇએ. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તમને જણાવી દઇએ કે સુહાના 22 મેના રોજ 19 વર્ષની થઇ ગઇ છે. આ સાથે જ સુહાનાના બોલીવુડમાં ડેબ્યૂના સમાચાર પણ ઝડપથી બની રહી છે. સમાચારોનું માનીએ તો સુહાનાને કરણ જોહર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. તો બીજી તરફ શાહરૂખ ખાન ઇચ્છે છે કે સુહાના પોતાના ટેલેન્ટના દમ પર બોલીવુડમાં ઓળખાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news