`પુષ્પા` નો નવો અવતાર જોઈ ફેન્સનો ગુસ્સો સાતમાં આસમાને, અભિનેતાએ કહ્યું, `આ વડાપાવ લૂક`
ચાહકોના પ્રેમ અને નારાજગી વિશે કંઈપણ કહી શકાય નહીં. થોડા મહિના પહેલા પુષ્પાને સિનેમાઘરોમાં જોયા બાદ જે ચાહકોએ એક્ટર અલ્લુ અર્જુનને માથે બેસાડી તેની સ્ટાઈલની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે આજે તેના પર બળાપો કાઢી રહ્યા છે.
નવી દિલ્હી: સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ કર્યા છે. અર્જુન આમાં એટલો જાડો દેખાઈ રહ્યો છે અને તેના ચાહકોને આ વાત પસંદ આવી રહી નથી.
ચાહકોના પ્રેમ અને નારાજગી વિશે કંઈપણ કહી શકાય નહીં. થોડા મહિના પહેલા પુષ્પાને સિનેમાઘરોમાં જોયા બાદ જે ચાહકોએ એક્ટર અલ્લુ અર્જુનને માથે બેસાડી તેની સ્ટાઈલની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે આજે તેના પર બળાપો કાઢી રહ્યા છે. કારણ છે અલ્લુ અર્જુનનો નવો લુક. અર્જુન મુંબઈમાં હતો અને ટી-શર્ટ, બ્લેક ટ્રાઉઝરમાં તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવી હતી. તસવીરોમાં અલ્લુનું વજન અને પેટ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ લુક જોઈને ફેન્સ ગુસ્સે થઈ ગયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube