નવી દિલ્હીઃ એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Videos) એ પોતાના શો 'તાંડવ (Tandav)' માટે મંગળવારે વિના શરતે માફી માંગી લીધી છે. એમેઝોન પ્રાઇમે કહ્યુ કે, દર્શકોને જે આપત્તિજનક લાગ્યા હતા તેને પહેલાથી હટાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈફ અલી ખાન (Saif Ali Khan) અને મોહમ્મદ જીશાન અય્યૂબ (Mohammed Zeeshan Ayyub) અભિનીત આ સિરીઝના વિભિન્ન દ્રશ્યોને લઈને ખુબ વિવાદ પેદા થયો હતો. આરોપ લાગ્યો કે આ શોથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ સંબંધમાં અનેક કેસ દાખલ કરાવવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો-઼ Aamir Khan ને ડ્રીમ પ્રોજેક્ટ 'Mahabharat' કરવાનો કરી દીધો ઇનકાર, જાણો શું છે કારણ


એમેઝોન પ્રાઇમ વીડિયોએ એક નિવેદનમાં કહ્યું, 'એમેઝોન પ્રાઇમ વીડિયોને ખેદ છે કે હાલમાં શરૂ થયેલ કાલ્પનિક સિરીઝ તાંડવના કેટલાક દ્રશ્ય દર્શકોને વિવાદાસ્પદ લાગ્યા. અમે કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા ઈચ્થતા નહતા. આ વાતની માહિતી મળતા અમે તે વિવાદાસ્પદ દ્રશ્યોને હટાવી દીધા કે પછી એડિટ કરવામાં આવ્યા. અમે અમારા દર્શકોની આસ્થાઓનું સન્માન કરીએ છીએ અને તે દર્શકોની વિના શરતે માફી માંગીએ છીએ, જેને ઠેસ પહોંચી છે.'


કંપનીએ કહ્યું કે, અમારી ટીમે કંપનીના વિષય મૂલ્યાંકનનું પાલન કરે છે અને જાણીએ છીએકે દર્શકોની સારી સેવા માટે, સમય-સમય પર તેમાં ફેરફાર કરવો જરૂરી છે. ભારતીય કાયદાનું પાલન કરતા અને દર્શકોની સંસ્કૃતિ અને આસ્થાઓનું સન્માન કરતા, અમારા સગયોગીઓની સાથે આગળ પણ મનોરંજક વિષયો પર કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube