નવી દિલ્હી: જો સોશિયલ મીડિયા પર કોઇ મોટો સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચનને સોરી બોલે તો દિમાગમાં ઘણા પ્રકારના સવાલો આવવું કાયદેસર વસ્તુ છે, એમાં પણ જો સોરી બોલનાર હોય મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તો વાત વધારે વિચિત્ર લાગી શકે છે. ગુરૂવાર સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આમિર ખાને અમિતાભ બચ્ચનની સાથે એક તસવીર શેર કરતા તેમની માફી માંગી છે. પરંતુ તસવીર જોઇને તમે સમજી જશો કે માફી માંગવાનું કારણ પણ તમને ઘણું મનોરંજન કરાવનારૂ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: ‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી


આ તરવીર અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જોવા મળશે. ત્યારે નક્કી છે કે આ ફિલ્મ વિશે ઘણી વાતો ટૂંક સમયમાં આવતા આ એપિસોડમાં જાણવા મળી શકે છે. જોઇ શકાય છે કે આ બન્ને કલાકારો એકબીજા સાથે ખુબ જ ખુશ અને ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.


બોલીવુડના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...