Corona : રોજેરોજનું કમાનારા મજૂરોને મળ્યો અમિતાભનો મોટો ટેકો, જાહેરાત કરી કે...
બોલિવૂડના સ્ટાર શાહરૂખ ખાને પણ કોરોના(Corona) સંકટમાં મદદ માટે હાથ લંબાવ્યો છે.
મુંબઈ : હાલ દેશમાં કોરોનાની સમસ્યા ફેલાયેલી છે અને લોકોની સુરક્ષા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે દૈનિક મજૂરી કરીને ઘરનો ચુલો સળગાવતા લોકો માટે મોટી મુસીબત ઉભી થઇ ગઇ છે. આવા મજૂરોને બોલિવૂડના સ્ટાર અમિતાભ બચ્ચને મદદ કરવાની જાહેરાત કરી છે. તેમણે 1 લાખ દૈનિક મજૂરોની મદદ કરવાની જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચને કોરોના વાયરસની મહામારી વચ્ચે ઑલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દૈનિક મજૂરોની મદદનું એલાન કર્યુ છે. મુસીબતનો સામનો કરી રહેલા તેમના પરિવારોની મદદ માટે અમિતાભ બચ્ચને માસિક રાશન પુરુ પાડવાનો સંકલ્પ કર્યો છે.
બોલિવૂડના સ્ટાર શાહરૂખ ખાને પણ કોરોના(Corona) સંકટમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. હાલમાં જ શાહરૂખ (Shah Rukh Khan) અને તેની પત્ની ગૌરી ખાને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તેઓ 7 અલગ- અલગ રીતે આ સંકટમાં ભોજનથી લઈને પૈસાની મદદ કરશે. આ સિવાય શાહરૂખ અને ગૌરીએ પોતાની 4 માળની બિલ્ડિંગ બીએમસી(BMC)ને સોંપી દીધી છે. શાહરૂખે આ બિલ્ડિંગ બીએમસીને ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવા માટે આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube