BIRTHDAY SPECIAL: 79 વર્ષના થયા બિગ બી, જાણો બચ્ચન કેવી રીતે પોતાની જાતને રાખે છે ફિટ
દર વર્ષે 11 ઓક્ટોબર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હોય છે. અમિતાભ બચ્ચન 79 વર્ષના થયા, આટલી ઉમર હોવા છતાં અમિતાભ બચ્ચનની તંદુરસ્તી જુવાનીયાને શરમાવે તેવી છે. અમિતાભ બચ્ચન અભિનયમાં તો અવ્વલ છે સાથે સાથે તેટલા જ તંદુરસ્ત પણ છે. આ ઉમરે પણ તેઓ દરરોજના 12 કલાકથી વધુ કામ કરે છે. આ ઉમરે જ્યારે લોકો આરામ કરતા હોય ત્યારે પણ તે કામ કરે છે.
ઝી બ્યૂરો: આજે પણ ફિલ્મોમાં કે જાહેરાતોમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે, અમિતાભ બચ્ચનની ફિટનેસનું રહસ્ય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈ ગંભીર છે. અમિતાભ બચ્ચન હેલ્થનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન ન માત્ર કસરત કરે છે પરંતુ ડાયેટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જો તમે પણ એટલા જ ફિટ અને એક્ટિવ રહેવા માગો છો તો તેમના ડેઈલી રૂટીનને ફોલો કરી શકો છો.
ચોકલેટ કે પેસ્ટ્રી હોય 'ના'
અમિતાભ બચ્ચને તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી ખાવાનું ટાળતા હોય છે. તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી બિલકુલ ખાતા નથી. આ વસ્તુઓમાં ઘણી ચરબી અને કેલેરી હોય છે. તેમાં ઘણા ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી.
રોજ કરે છે વર્કઆઉટ
અભિનેતા અમિતાભ બચ્ચન ફિટનેસને લઈ ખૂબ એક્ટિવ છે. તેઓ દરરોજ વર્કઆઉટ કરે છે. ફેમસ ફિટનેસ ટ્રેનર અને ડાયેટિશિયન વૃંદા મહેતા તેમને દરરોજના વર્કઆઉટમાં મદદ કરે છે. અમિતાભ બચ્ચન દરરોજ યોગ કરે છે. અમિતાભ બચ્ચનું માનવું છે કે યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube