નવી દિલ્હીઃ બોલિવુડમાં હંમેશા સુપર સ્ટાર્સ વચ્ચે ઘણી વખત કોમ્પિટીશન જોવા મળે છે. દરેક એક્ટર્સને ફેમસ થવાની આશા હોય છે. આવી જ આશા રાજેશ ખન્નાને પણ હતી. જેમણે બોલિવુડમાં અસંખ્ય હિટ ફિલ્મો આપી છે. તેના કરિયરમાં ત્યારે ડાઉનફૉલ જોવા મળ્યો જ્યારે અમિતાભ બચ્ચન પડદા પર છવાયા હતા. એક સમય એવો આવ્યો કે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન બન્ને એક સાથે સુપર ડુપર હીટ ફિલ્મો આપવા લાગ્યા તે સમયે રાજેશ ખન્નાએ એક ફિલ્મના કેરેક્ટરને લઇને અમિતાભ બચ્ચની મજાક ઉડાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે મોટો ખુલાસો! કોણે માર્યા હતા અભિનેતાની આંખ પર મુક્કા?


મોદી સરકારની  New Year Gift, 1 જાન્યુઆરીથી લાખો લોકોના ખાતામાં આવશે વધુ રૂપિયા!


નવું ટેન્શન! 1000ની નવી નોટ આવશે અને 2000ની નોટ જમા કરાવવી પડશે?


'કુછ તો લોગ કહેંગે' બુકમાં આ વાતનો છે ઉલ્લેખ:
આ વાત છે 80ના દશકની.... જ્યાકે અમિતાભ બચ્ચનનું કરિયર સફળતાની નવી ઊંચાઇ પર જઇ રહ્યું હતું. 1981માં અભિતાભ બચ્ચનની ફિલ્મ 'લાવારિસ' બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 'મેરે અંગને મેં..' સોન્ગમાં સૂટ સલવાર અને સાડીમાં જોવા મળ્યા હતા. આ સીનને લઇને રાજેશ ખન્નાએ અમિતાભ બચ્ચનની ખૂબ મજાક ઉડાવી અને તંજ કસ્યો હતો. 


તે સમયે રાજેશ ખન્નાએ કહ્યું હતું કે, તે ક્યારેય પણ સૂટ કે સાડી પહેરીને પોતાની ગરિમા સાથે બાંધ છોડ નહીં કરે. તેના બદલે ભલે દુનિયાભરની દોલત અથવા તો તારીફ પણ મળે છતા પણ સાડીમાં અભિનય નહીં કરે રાજેશ ખન્નાએ આ વાતની જાણ લેખક યાસિર ઉસ્માનની બુક 'કુછ તો લોગ કહેંગે'માં કર્યો હતો. તમને જણાવી દઇએ કે, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને સાથે મળીને હિન્દી સિનેમાને ખૂબ આઇકૉનિક ફિલ્મો આપી છે. જેમાં આનંદ, નમક હરામ, બાવર્ચી જેવી ફિલ્મો શામેલ છે.

આ પણ ખાસ વાંચોઃ
Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું નવું વર્ષ કેવું રહેશે?


સલમાન, શાહરુખ અને આમિર બોલીવુડના સુપર 'ખાન' માટે કેવું રહેશે નવું વર્ષ?


આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત