Urvashi Rautela & Rishabh Pant: આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત

Urvashi Rautela & Rishabh Pant: ઉર્વશીએ ટ્વિટર પર લખ્યું, “હું તમારી અને તમારા પરિવારની સલામતી માટે પ્રાર્થના કરું છું.” લોકો આ ટ્વીટને રિષભ પંત સાથે જોડી રહ્યા છે. તો કેટલાક લોકોને ખબર નથી પડી રહી કે અભિનેત્રીએ આ ટ્વિટ ઋષભ પંત માટે કર્યું છે કે પછી પીએમ મોદી અને પેલે માટે. તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બરની સવારે ઋષભ પંતનું અકસ્માત થયું હતું અને દેશના વડાપ્રધાનની માતા અને મહાન ફૂટબોલર પેલેનું નિધન થયું હતું.

Urvashi Rautela & Rishabh Pant: આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત

Urvashi Rautela & Rishabh Pant: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના સમાચારે કરોડો ક્રિકેટ ચાહકોની ચિંતા વધારી દીધી છે. જોકે, બોલીવુડની એક હીરોઈન એવી છે જેને પંતની સૌથી વધારે ચિંતા સતાવી રહી છે. એટલે સુધી કે તે હીરોઈન આ સમાચારને કારણે રાત્રે સુઈ પણ નથી સકતી. અને આખરે તેણે દુનિયા સામે પણ પોતાના મનની વાત કરી જ દીધી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારને રૂરકીના નરસન બોર્ડર પર મોહમ્મદપુર ઝાલ પાસે શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. ઋષભ પંત કાર ચલાવી રહ્યો હતો. તેની કાર બળીને ખાખ થઇ ગઇ હતી અને ક્રિકેટરને પીઠ અને કપાળ પર ગંભીર ઈજાઓ થઈ હતી. રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દેહરાદૂન મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આશિષ યાજ્ઞિકના જણાવ્યા અનુસાર ઋષભ પંતની હાલત સ્થિર છે અને તે ખતરાની બહાર છે.

આ સાથે જ ઋષભ પંતને લઈને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના રિએક્શનની પણ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલા ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરીને લખ્યું હતું કે ‘દુઆ કર રહી હૂં’. હવે તેણે ટ્વિટર પોસ્ટ શેર કરી છે, જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) December 30, 2022

 

ઉર્વશીએ ટ્વિટર પર લખ્યું, “હું તમારી અને તમારા પરિવારની સલામતી માટે પ્રાર્થના કરું છું.” લોકો આ ટ્વીટને રિષભ પંત સાથે જોડી રહ્યા છે. તો કેટલાક લોકોને ખબર નથી પડી રહી કે અભિનેત્રીએ આ ટ્વિટ ઋષભ પંત માટે કર્યું છે કે પછી પીએમ મોદી અને પેલે માટે. તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બરની સવારે ઋષભ પંતનું અકસ્માત થયું હતું અને દેશના વડાપ્રધાનની માતા અને મહાન ફૂટબોલર પેલેનું નિધન થયું હતું.
 

— 😎prem (@PRIYADARSHIPREM) December 30, 2022

 

ઉર્વશીના આ ટ્વિટ બાદ ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. ઘણા યૂઝર્સનું માનવું છે કે ઉર્વશીએ આ ટ્વીટ ઋષભ પંત અને તેના પરિવાર માટે કર્યું છે. આ માટે અભિનેત્રીના વખાણ પણ થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘આને કહેવાય પ્રેમ.’ બીજાએ લખ્યું, ‘આ ખૂબ જ અદ્ભુત છે (દિલથી).’ બીજાએ લખ્યું, ‘બધું સારું થઈ જશે, તમે ચિંતા ન કરો.’ ભૂતકાળમાં ઉર્વશી અને ઋષભના નામની ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે અભિનેત્રીએ કહ્યું કે આરપી તેને દિલ્હીની હોટલના રૂમમાં મળવા આવ્યો હતો અને કલાકો સુધી તેની રાહ જોઈ હતી. જેના જવાબમાં ઋષભ પંતે લખ્યું, ‘મેરા પીછા છોડ દો દીદી’. આ પછી જ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ઉર્વશી રૌતેલાએ પણ તેમનું નામ લીધા વિના તેમના માટે ‘છોટુ ભૈયા’ કહીને પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news