AMITABH BACHCHAN HEALTH: આટલી ઉંમર હોવા છતાં અમિતાભ બચ્ચનની તંદુરસ્તી જુવાનીઓને શરમાવે તેવી છે.  અમિતાભ બચ્ચન અભિનયમાં તો અવ્વલ છે સાથે સાથે તેટલા જ તંદુરસ્ત પણ છે. આ ઉમરે પણ તેઓ દરરોજના 12 કલાકથી વધુ કામ કરે છે. આ ઉમરે જ્યારે લોકો આરામ કરતા હોય ત્યારે પણ તે કામ કરે છે. આજે પણ ફિલ્મોમાં કે જાહેરાતોમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે, અમિતાભ બચ્ચનની ફિટનેસનું રહસ્ય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈ ગંભીર છે. અમિતાભ બચ્ચન હેલ્થનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન ન માત્ર કસરત કરે છે પરંતુ ડાયેટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જો તમે પણ એટલા જ ફિટ અને એક્ટિવ રહેવા માગો છો તો તેમના ડેઈલી રૂટીનને ફોલો કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ચોકલેટ કે પેસ્ટ્રી હોય 'ના'
અમિતાભ બચ્ચને તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી ખાવાનું ટાળતા હોય છે. તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી બિલકુલ ખાતા નથી. આ વસ્તુઓમાં ઘણી ચરબી અને કેલેરી હોય છે. તેમાં ઘણા ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી.

રોજ કરે છે વર્કઆઉટ
અભિનેતા અમિતાભ બચ્ચન ફિટનેસને લઈ ખૂબ એક્ટિવ છે. તેઓ દરરોજ વર્કઆઉટ કરે છે. ફેમસ ફિટનેસ ટ્રેનર અને ડાયેટિશિયન વૃંદા મહેતા તેમને દરરોજના વર્કઆઉટમાં મદદ કરે છે. અમિતાભ બચ્ચન દરરોજ યોગ કરે છે. અમિતાભ બચ્ચનું માનવું છે કે યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે.


આ પણ વાંચો:
માર્ચમાં આ રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની ખાસ કૃપા, ભાગ્યનો મળશે સારો સાથ
Bollywood: હવે સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં ધુમ મચાવશે આ સ્ટાર્સ
રોકાણકારોને જલસા! હવે વધી ગયો ટ્રેડિંગનો ટાઈમ, આટલા વાગ્યા સુધી થશે ડીલ



નહીં પીતા ચા કે કોફી
અભિનેતા અમિતાભ બચ્ચન ચા-કોફી બિલ્કુલ પીતા નથી. અમિતાભ બચ્ચન અગાઉ કોફી પીતા હતા. બચ્ચને હવે કોફી પીવાનું છોડી દીધું છે. કોફીમાં કેફિનનો પ્રમાણ ઘણો હતો જેથી તેમના સ્વાસ્થ્ય પર તેની ઘણી અસર થતી હતી. આ જ કારણસર તેમને કોફી પીવાની છોડી દીધી. આ વાત અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

નોનવેજને કહ્યું બાય બાય
અમિતાભ બચ્ચન અગાઉ નોનવેજ ખાતા હતા. પરંતુ ઘણા વર્ષોથી તેમણે નોનવેજ ખાવાનું છોડી દીધું છે. વેજિટેરિયન ખોરાકમાં વિટામીન્સ અને એન્ટિઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ જ કારણસર તેમને શાકાહાર ડાયેટિંગ અપનાવી દીધું.


આમળાના રસનું કરે છે સેવન
અમિતાભ બચ્ચન જંક ફૂડ અને તળેલી વસ્તુઓથી દૂર રહે છે.સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવે છે અને આમળાનો રસ લે છે. અને રાત્રે ઊંઘતા પહેલા દૂધ અચૂક પીવે છે. તેમના ડાયટમાં ગ્રીન ટી હોય છે.



આ પણ વાંચો:
હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ
દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 11 વર્ષની બાળકી, હવે થઈ રહી છે નિવૃત્ત 
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube