નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના એક હજારથી વધારે ખેડૂતોનું દેવું ચુકવ્યું છે. અમિતાભે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું ચુકવ્યું છે, તેમાંથી કેટલાક વારાણસીથી ટ્રેનમાં બુકિંગ કર્યું અને તેમને ઓટીએસ (ઓટીએસ: વન ટાઇમ સેટલમેન્ટ વિથ બેંક ઓફ ઇન્ડિયા) આપ્યું. તેમણે બેંકના કાગળો આપવા માટે કેટલા ખેડૂતોની સાથે પર્સનલ મુલાકત કરી હતી. તેમણે લખ્યું કે, ત્યારબાદ ઉત્તપ પ્રદેશના ખેડૂતોની મુલાકાત લીધી અને 1348માંથી કેટલાકને ઓટીએસ પ્રમાણ પત્ર આપ્યું છે. તેમણે કહ્યું કે, ઘરની લક્ષ્મી, પુત્રીએ તેમને ઓટીએસ સોંપ્યું હતું. ઘનની દેવી લક્ષ્મી. પુત્રી શ્વેતા અમારા ઘરની લક્ષ્મી, તેમણે તેમના બ્લોગપોસ્ટમાં શ્વેતાની સાથે કેટલાક ફોટો શેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભે બેંકની સાથે ઓઠીએસ કર્યું અને બેંકના કાગળ આપવા માટે 70 ખેડૂતોને મુંબઇ બોલાવ્યા, જેમને ટ્રેનનો એક સંપૂર્ણ કોચ બુક કરાવી આપ્યો હતો. આ પહેલા વર્ષ 2017માં ‘પીકૂ’ અભિનેતાએ 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું અને મહારાષ્ટ્રના 44 શહિદ જવાનોના પરિવારોની મદદ કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હમણાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ બોલીવુડમાં ઘણા નવા સુપરહીરોને લઇને આવશે. આ 2019માં દિવાળી પર રીલિઝ કરવામાં આવશે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ આલિયા ભટ્ટનું ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારે આ પહેલા મહાનાયક પણ આ શૂટિંગમાં ઇજાગ્રસ્ત થયા હતા.


તમને જણાવી દઇએ કે હાલમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં અંગ્રેજોની સામે બગાવત કરતા જોવા મળ્યા હતા. આ ઉંમરમાં પણ તેમના એક્શન સીનની ઘણી પ્રસંશા કરવામાં આવી છે. જો કે, આ ફિલ્મ મોટા બજેટની હોવા છંતા બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકી ન હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે આમિર ખાન, ફાતિમા સેના શેખ અને કેટરીના કેફ પણ હતી.


બોલીવુડના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...