નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂર લાંબા સમયે બાદ એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. બંન્ને જલ્દી રિલીઝ થનારી ફિલ્મ '102 નોટ આઉટ'માં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષની વ્યક્તિની ભૂમિકામાં દેખાશે તો ઋૃષિ કપૂર 75 વર્ષના પુત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બિગ બીનો અલગ અંદાજ જોવા મળશે. મહત્વનું છે કે આ ફિલ્મનું નવું ગીત 'બડુમ્બા'ને રિલીઝ કરવામાં આવ્યું છે અને ગીતમાં અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂરની જુગલબંધી તમને બધાને પસંદ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગીતને અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂરે ગાયું છે. બંન્નેનો જુમ્બા ડાન્સ પણ તમને મજેદાર લાગશે. આ ગીતને લઈને ફિલ્મ મેકર ઉમેશ શુક્લાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'બડુમ્બા' માટે અમે એક જીવંતતાથી ભરપૂર એક સેટ તૈયાર કરવા ઈચ્છતા હતા. આ ગીત ફિલ્મ અને તેના કલાકારોની ભાવનાને દર્શાવે છે. જોશથી ભરપૂર આ ગીત માટે અમારી ઈચ્છા એક નવો અને ખુશીથી ભરેલો માહોલ બનાવવાની હતી. અહીં જુઓ ગીતનો વીડિયો



ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ડાયરેક્શન ઓ માઈ ગોડ જેવી ફિલ્મનું ડાયરેક્શન કરી ચુકેલા ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું છે. બીજીતરફ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂરની જોડી લગભગ 27 વર્ષ બાદ ફરી મોટા પડદે જોવા મળશે. અમિતાભ અને ઋૃષિ કપૂરની આ ફિલ્મ 4 મેએ રિલીઝ થશે.