ટીબીની બિમારી બાદ બચ્ચને ખોલ્યું એક બીજું રહસ્ય, કહ્યું- મારું 75 ટકા...
બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો હમેશા તેમના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરતા હોય છે. આ ઉંમરમાં પણ એક્શન સીન્સથી ના ખચકાતા અમિતાભ બચ્ચનના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમના ટીબીના રોગ વિશે જાણકારી આપી
નવી દિલ્હી: બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો હમેશા તેમના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરતા હોય છે. આ ઉંમરમાં પણ એક્શન સીન્સથી ના ખચકાતા અમિતાભ બચ્ચનના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમના ટીબીના રોગ વિશે જાણકારી આપી. પરંતુ હવે તેમણે તેમની બીમારીને લઇને એક રહસ્ય ખોલ્યું છે.
આ પણ વાંચો:- BOX OFFICE: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'
અમિતાભ બચ્ચન લોકોને હમેશા તેમના સ્વાસ્થ્યની જાણકારી આપતા રહે છે અને આ વખતે તેમણે સ્વિકાર કર્યું કે તેમનું લીવર 75 ટકા ખરાબ થઇ ગયું છે. તાજેતરમાં જ એક ખાનગી કાર્યક્રમમાં તેમણે આ વાત બધાની સામે કહી હતી. તેમણે આ વિશે વિસ્તારમાં જણાવ્યું અને કહ્યું, હું હમેશા પોતાના વ્યક્તિગત ઉદાહરણ વિશે જણાવતો રહું છું અને તમને બધાને આ વિશે જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું અને જાહેરમાં આ વાત કરવાથી મને ખરાબ નથી લાગતું કે હું એક ટીબી અને હેપેટાઇટિસ બીનો દર્દી રહ્યો છું.
આ પણ વાંચો:- Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર 'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ
‘ખરાબ લોહીનો પ્રવાહ થતો રહ્યો અને મારા લીવરનો 75 ટકા ભાગ ખરાબ થઇ ગયો છે, પરંતુ જો કે, હું તેને શોધવામાં સફળ રહ્યો એટલા માટે આજે 20 વર્ષ પછી પણ જ્યારે મારું લીવર 75 ટકા ખરાબ થઇ ગયું છે... તેમ છતાં હું હજી 25 ટકા જીવતો રહ્યો છું.’ ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચન પોલિયો, હેપેટાઇટિસ બી, ટીબી અને ડાયાબિટિસ જેવા ઘણા સ્વાસ્થ્ય અભિયાનોની સાથે જોડાયા છે. 76 વર્ષીય અમિતાભ બચ્ચને લોકોને તેનું પરીક્ષણ અને તેનું નિદાન કરાવવા આગ્રહ કર્યો.
આ પણ વાંચો:- 'ઉમરાવ જાન' અને 'કભી-કભી' જેવી ફિલ્મોમાં ધૂન બનાવનારા સંગીતકાર ખય્યામનું નિધન
વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર ‘સેરા નરસિંહા રેડ્ડી’નું ટીઝર રીલીઝ થયું છે. આ ટીઝરમાં મહાનાયકનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન ‘ગુલાબો સિતાબો’માં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. ત્યારે આગામી વર્ષની શરૂઆતમાં તેમની સૌથી વધુ રાહ જોવાતી બ્રહ્માસ્ત્રનો પહેલો ભાગ પણ રીલીઝ થવા જઇ રહ્યો છે. (ઇનપુટ: આઇએએનએસ)
જુઓ Live TV;-