'ઉમરાવ જાન' અને 'કભી-કભી' જેવી ફિલ્મોમાં ધૂન બનાવનારા સંગીતકાર ખય્યામનું નિધન

તેમણે હિન્દી સિનેમાના એક-એકથી ચઢિયાતી ધૂનો આપી છે. જેમાં ઉમરાવ જાન, બાઝાર, ખાનદાન અને કભી-કભી જેવી ફિલ્મોનું સંગીત તો સૌથી વધુ ચર્ચિત રહ્યું હતું અને આજે પણ આ ફિલ્મોના ગીતો સદાબહાર છે. આજે પણ ખય્યામને આ ફિલ્મોના કારણે જ ઓખળવામાં આવે છે. ખય્યામનું આખુ નામ મોહમ્મદ જહૂર ખય્યામ હાશમી હતું. 

'ઉમરાવ જાન' અને 'કભી-કભી' જેવી ફિલ્મોમાં ધૂન બનાવનારા સંગીતકાર ખય્યામનું નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર ખય્યામનું સોમવારની રાત્રે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ 92 વર્ષના હતા. તેમણે હિન્દિ સિનેમાના એક-એકથી ચઢિયાતી ધૂનો આપી છે. જેમાં ઉમરાવ જાન, બાઝાર, ખાનદાન અને કભી-કભી જેવી ફિલ્મોનું સંગીત તો સૌથી વધુ ચર્ચિત રહ્યું હતું અને આજે પણ આ ફિલ્મોના ગીતો સદાબહાર છે. આજે પણ ખય્યામને આ ફિલ્મોના કારણે જ ઓખળવામાં આવે છે. ખય્યામનું આખુ નામ મોહમ્મદ જહૂર ખય્યામ હાશમી હતું. 

ત્રણ દિવસ પહેલા ફેફસામાં ચેપ લાગવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર પછી તેમની તબિયતમાં સુધારો થયો નહીં. સોમવાર રાત્રે તેમનું નિધન થઈ ગયું. તેમનાં પત્નીનું નામ જગજીત કૌર હતું. તેમણે ખય્યામ સાથે બાઝાર, શગુન અને ઉમરાવ જાન જેવી ફિલ્મોના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો. 

ખય્યામનો જન્મ 18 ફેબ્રુઆરી, 1927ના રોજ અવિભાજિત પંજાબના નવાંશહર જિલ્લાના રાહોન ગામમાં થયો હતો. અભ્યાસમાં તેમનું મન લાગ્યું નહીં. તેઓ સંગીતના દિવાના હતા. આથી એક દિવસ સંગીત માટે ઘર છોડીને ભાગીને દિલ્હી આવી ગયા. જોકે, તેમના ઘરના સભ્યો તેમને અભ્યાસ પુરો કરવા પાછા લઈ ગયા હતા.

જોકે અભ્યાસમાં મન લાગતું ન હોવાના કારણે તેઓ અભ્યાસ અધુરો મુકીને સંગીત શીખવા માટે લાહોર જતા રહ્યા. અહીં તેમણે બાબા ચિશ્તી પાસે સંગીત શીખ્યું. ત્યાર પછી દિલ્હી આવી ગયા. જ્યાં તેઓ પંડિત અમરનાથના શિષ્ય બન્યા હતા. 

બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ મુંબઈ આવી ગયા હતા. 1948માં તેમણે 'હીર રાંઝા' ફિલ્મમાં ભાગીદાર તરીકે સંગીત આપ્યું. ફિલ્મ 'શોલા ઔર શબનમ'એ તેમને સંગીતકાર તરીકે સ્થાપિત કરી દીધા. શાનદાર ફિલ્મી કરિયરમાં તેમણે અનેક એવોર્ડ પણ જીત્યા છે. વર્ષ 2007માં તેમને સંગીત નાટક એકેડમી એવોર્ડ અને 2011માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 'કભી કભી' અને 'ઉમરાવ જાન' માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 

તેમણે છેલ્લે વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'યાત્રા'માં સંગીત આપ્યું હતું, જેમાં રેખા અને નાના પાટેકર મુખ્ય ભૂમિકામાં હતા. ખૈયામ સાહેબના નિધનથી બોલિવૂડમાં સંગીતનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news