મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હિન્દી સિનેમા જગતમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભે પોતાનો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનો એક ફોટો શેર કર્યો છે. જે કોઈક કારણસર બની શકી નહી. ફોટામાં અમિતાભ બચ્ચે પોતાની જવાનીના દિવસોમાં ફંકી ગ્રે  જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે સાઈડમાં ગન પણ રાખેલી છે. જો કે મહાનાયકે ફિલ્મ સંબંધિત વધુ વિગતોનો ખુલાસો કર્યો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube