નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવ (Amrita Rao)ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. જેમાં તે તેના પતિ આરજે અનમોલ (RJ Anmol)ની સાથે જોવા મળી રહી હતી. આ ફોટોમાં અમૃતાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ વાતને એક્ટ્રેસે જાતે તેમના ફેન્સને શેર કરી છે. અમૃતા રાવે ઇન્સ્ટાગ્રામ પર તેમના પતિની સાથે એક તસવીર શરે કરી છે. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos


અમૃતા રાવે શેર કરી પોસ્ટ
અમૃતા રાવ ફોટો શેર કરતા લખે છે કે, તમારા માટે આ 10મો મહિનો છે અને અમારા માટે નવમો મહિનો છે. સરપ્રાઇઝ સરપ્રાઇઝ, અનમોલ અને હું પ્રેગ્નેન્સી પીરિયડના નવમાં મહિનામાં છીએ. ફેન્સ સાથે આ ન્યૂઝને શેર કરવાની સાથે હું ઘણી એક્સાઇટેડ છું. મિત્રોનો આભાર માનું છું. તમારી સામે આ ન્યૂઝ મોડા શેર કરવા માટે માફી પરંતુ આ સત્ય છે, બેબી ટૂંક સમયમાં આવવાનો છે.


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube