Saif Ali Khan-Amrita Singh: સુરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હે આજે પણ લોકપ્રિય ફિલ્મ છે. પારિવારિક ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી ટોચ પર આવે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાલી બેન્દ્રે, મોહનીસ બહેલ, તબ્બુ, કરિશ્મા કપૂર અને સેફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ આવી તેને બે દાયકાથી પણ વધારેનો સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં આજે પણ આ ફેમિલી ડ્રામા ફિલ્મને લોકો પસંદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?


હમ સાથ સાથ હૈ ફિલ્મ શૂટ થઈ ત્યારના કેટલાક કિસ્સા પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમાંથી કેટલાક કિસ્સા એવા છે જેનો ઘટસ્ફોટ વર્ષો પછી થયો હતો. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ જે ખુદ ફિલ્મ મેકર સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી. આ વાત સાંભળી તમને પણ આશ્ચર્ય થશે. 


આ પણ વાંચો: Hina Khan: કેન્સરની સારવાર શરુ થતા હીના ખાનના શરીર પર પડવા લાગ્યા નિશાન, જુઓ ફોટો


ફિલ્મ મેકર સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ઘટના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે તેઓ "સુનોજી દુલ્હન.." સોંગ શૂટ કરી રહ્યા હતા ત્યારે સેફ અલી ખાન પરફેક્ટ કામ કરી શકતો ન હતો. કારણ કે તે આખી રાત બરાબર ઊંઘ કરતો નહીં અને બીજા દિવસે શૂટિંગ દરમ્યાન અનેક વખત તેને ટેક લેવા પડતા. સુરજ બડજાત્યાએ કહ્યું હતું કે હમ સાથ સાથ હૈ ફિલ્મ શૂટ થઈ રહી હતી ત્યારે સેફ અલી ખાન તેની પર્સનલ લાઇફમાં પણ ઉતાર ચડાવમાંથી પસાર થઈ રહ્યો હતો. જેના કારણે તે ટેન્શનમાં પણ રહેતો હતો. 


આ પણ વાંચો: બોક્સ ઓફિસ પછી આ OTT પ્લેટફોર્મ પર ધુમ મચાવશે રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત


સુરત બડજાત્યાએ આગળ જણાવ્યું હતું કે, ગીત દરમિયાન તેને એક પરફેક્ટ સીનની જરૂર હતી જે કોઈપણ રીતે સેફથી થતો ન હતો. તેવામાં સુરજ બડજાત્યાએ અમૃતા સિંહ સાથે વાત કરી અને જણાવ્યું કે સૈફ અલી ખાન અને રાત્રે ઊંઘની ગોળી આપી દે જેથી તે બરાબર ઊંઘ કરી લે. અમૃતાએ સુરજ બડજાત્યાની વાત માનીને સૈફ અલી ખાનને ઊંઘની ગોળી ખવડાવી હતી. 


અમૃતા સિંહે જ્યારે સેફ અલીને ઊંઘની ગોળી ખવડાવી તે પછી બીજા દિવસે સુનોજી દુલ્હન ગીત એક જ કટમાં સારી રીતે શૂટ થઈ ગયું. શૂટિંગ પર હાજર દરેક વ્યક્તિ સેફ અલી ખાનએ જે શોટ આપ્યા તે જોઈને આશ્ચર્યચકીત થઈ ગઈ હતી. સૈફ અલી ખાન એક નેચરલ એક્ટર છે પરંતુ ઊંઘ પૂરી ન થવાના કારણે તે બરાબર શૂટિંગ કરી શકતો ન હતો. તેમ સૂરજ બડજાત્યાએ જણાવ્યું હતું.