Hina Khan Viral Photo: કેન્સરની સારવાર શરુ થતા હીના ખાનના શરીર પર પડવા લાગ્યા નિશાન, શેર કરી તસવીરો
Hina Khan Viral Photo: આ તસવીરમાં હિના ખાનની ગરદન પર અને બગલ પાસે કેટલાક નિશાન પણ દેખાય છે. આ નિશાન તેની કેન્સરની સારવારના છે. આ નિશાન પરથી અનુમાન લગાવી શકાય છે કે તે કેટલી તકલીફમાં હશે. તેમ છતાં પણ હિના ખાન તસવીરોમાં સ્માઈલ કરતી જોવા મળે છે.
Trending Photos
Hina Khan Viral Photo: ટીવી થી બોલીવુડ સુધી પોતાના દમદાર અભિનયના કારણે ઓળખ બનાવનાર હીના ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. સપ્તાહની શરૂઆતમાં હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર અંગે જણાવ્યા પછી હિના ખાન સોશિયલ મીડિયા પર સતત પોતાના હેલ્થ સંબંધિત અપડેટ શેર કરી રહી છે સાથે જ પોતાની તસવીરો અને વિડિયો પણ શેર કરી રહી છે. હીના ખાને કિમોથેરાપી શરૂ થતા પોતાના વાળ પણ કપાવી નાખ્યા છે. ત્યારે હવે તેણે વધુ એક તસવીર શેર કરી છે જેમાં બ્રેસ્ટ કેન્સર પછી તેના શરીર પર પડેલા નિશાન દેખાય છે.
હિના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં હિના ખાનના ચહેરા પર સ્મિત દેખાય છે જેના કારણે લોકો કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે અને તેની હિંમત પણ વધારી રહ્યા છે. પરંતુ સાથે જ આ તસવીરમાં હિના ખાનની ગરદન પર અને બગલ પાસે કેટલાક નિશાન પણ દેખાય છે. આ નિશાન તેની કેન્સરની સારવારના છે. આ નિશાન પરથી અનુમાન લગાવી શકાય છે કે તે કેટલી તકલીફમાં હશે. તેમ છતાં પણ હિના ખાન તસવીરોમાં સ્માઈલ કરતી જોવા મળે છે.
હિના ખાને આ તસવીરોની સાથે કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેણે લોકોને પ્રશ્ન પૂછ્યો છે કે આ તસવીરોમાં તેમને શું દેખાય છે તેના શરીર પર થયેલા નિશાન કે તેની આંખોમાં આશા ? તેને આગળ લખ્યું છે કે આ નિશાન તેની પ્રોગ્રેસના લક્ષણ છે. તેની આંખમાં આશા છે અને તે સ્વસ્થ થઈ રહી છે તેની કામના કરે છે...
હિના ખાનની ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર તેના ચાહકોની સાથે સેલિબ્રિટી પણ રિએક્ટ કરી રહ્યા છે. તેની પોસ્ટ પર કમેન્ટ કરીને લોકો તેની હિંમત વધારી રહ્યા છે અને સાથે જ તે ઝડપથી સ્વસ્થ થાય તેવી દુઆ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે