Radhika Merchant Anant Ambani pre wedding: હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ટોકિંગ પોઈન્ટ નબ્યા છે. જલ્દી જ બંને દુલ્હા દુલ્હન બનશે. પરંતું તે પહેલા જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન ભવ્ય પ્રી-વેડિંગ સમારોહ આયોજિત થવાનો છે. ત્યારે મહેમાનોની આગતાસ્વાગતાની સાથે તેમની ખાણીપીણી પર ખાસ ફોકસ કરાયું છે. આ ભવ્ય સમારોહમાં 1000 લોકો હાજરી આપશે. પરંતું આ ગ્રાન્ડ ઈવેન્ટનું મેનુ પણ સ્પેશિયલ થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2500 જાતના પકવાન પીરસવામાં આવશે
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમાનોની ખાણીપીણી માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમના દ્વારા ડાયટમાં અવોઈડ કરનારી ચીજો પીરસવામાં નહિ આવે. તેથી પ્રી-વેડિંગ સમારોહમાં તમામ મહેમાનોને તેમની પસંદગીનું ફૂડ પીરસવામા આવશે તેવી માહિતી મળી છે. આ ભોજનમાં દરેક મહેમાનોના ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 


નારણ રાઠવાને ભાજપમાં આવકારવાનું કારણ ભાજપના આ નેતાએ જણાવ્યું


25 શેફની ટીમ જામનગર પહોંચશે
રિપોર્ટ અનુસાર, પ્રી-વેડિંગ બેશ માટે ખાસ ઈન્દોરી ભોજન પીરસવામાં આવશે. 25 શેફની ટીમ બનાવવામાં આવી છે. ઈવેન્ટમાં ઈન્દોરી ભોજનને ખાસ મહત્વ આપવામાં આવશે. આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડ પણ પીરસવામા આવશએ. પેન એશિયા પેલેટ પર ખાસ ફોકસ કરવામાં આવશે. ત્રણ દિવસો સુધી મહેમાનોને 2500 પ્રકારના પકવાન પિરસવામાં આવશે. ત્રણ દિવસો સુધી 2500 પ્રકારના પકવાન પીરસવામા આવશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તથા મિડનાઈટ ડીનર પણ સામેલ હશે. 


રાજીવ મોદી કેસમાં નવો વળાંક : બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું, આ કેસ હજી પૂરો નથી


વિગન ખાનારાઓ માટે ખાસ મેનુ
બ્રેકફાસ્ટ મેનુમાં 70 પ્રકારના ઓપ્શન હશે. તો લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારના ઓપ્શન મળી રહેશે. કોઈ પણ ડિશ કાર્યક્રમમાં રિપીટ કરવામાં નહિ આવે. વિગન ફુડ ખાનારાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. પાર્ટી એન્જોય કરનારા ગેસ્ટ માટે મિડનાઈટ નાસ્તાઓનું આયોજન કરાયું છે. 


ગ્લોબલ લીડર્સ આવશે 
જાન્યુઆરી 2023 માં અનંત અને રાધિકાની સગાઈ થઈ હતી. ત્યારે તેમના લગ્ન પણ ગ્રાન્ડ અફેર બની રહેવાના છે. ગેસ્ટ લિસ્ટમાં અલગ અલગ ફીલ્ડના નામાંકિત લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંતના સેલિબ્રેશનમાં હાજરી આપવાની શક્યતા છે. રિહાના, અરીજિત સિંહ અને દિલજીત દોસાંજ આ પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવાના છે. 


ગુજરાતના આ પાક પર છે આખી દુનિયાની નજર, સોનાથી પણ મહામૂલા પાક વિશે આવ્યા ખરાબ સમાચાર