ગુજરાતના આ પાક પર છે આખી દુનિયાની નજર, સોનાથી પણ મહામૂલા પાક વિશે આવ્યા ખરાબ સમાચાર
Cultivation of Castor Crop : આખી દુનિયામાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે... પરંતુ ગુજરાતમાં પણ મહામૂલા પાકનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે... આ છે જમીની વાસ્તવિકતા
Trending Photos
Cultivation of Castor : ગુજરાતમાં આ વર્ષે એરંડાનું ૧૫.૯૮ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. SEAના ક્રોપ સર્વે મુજબ ભારતમાં એરંડાનું ૨૦.૫૪ લાખ ટન ઉત્પાદન થવાનું અનુમાન છે. એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો છે. દેશના કુલ ઉત્પાદનમાં 80 ટકા પાક ગુજરાતમાં થાય છે. વિશ્વમાં પણ આ પાકનું ઉત્પાદન ઘટતું જતું હોવાથી ગુજરાત તરફ સૌની નજર હોય છે. સીએ આ પાકના ઉત્પાદન વધારવા માટે સ્પેશ્યલ ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો કર્યા છે પણ ઉત્તર ગુજરાતમાં પાકતા આ પાકનું ઉત્પાદન સતત ઘટતું જાય છે.
એરંડાનું વાવેતર સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં
તમને યાદ જ હશે કે વર્ષ 2022-23 માં એરંડાનું વાવેતર અંદાજે 8.92 લાખ હેકટર જેટલું થયું છે. જે 2021-22 માં 7.55 લાખ જ હતું. એરંડાનું વાવેતર સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં થાય છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલકો હોવાથી ખેડૂતો એરંડાની સાથે સાથે ઘાસચારાનો પાક મેળવીને પશુપાલન પણ કરે છે. આમ એક જ જમીનમાંથી 2 પાક મેળવે છે. ઘાસચારાના પાકને છાંયડો મળી રહે છે અને ખેડૂતને એક સાથે એક જ જમીનમાંથી 2 પાકનો લાભ મળે છે. ખેડૂતોને ઘણા સમયથી એરંડાના પાકનો ભાવ મળી રહ્યો નથી. એરંડામાં ગુજરાતની મોનોપોલી હોવા છતાં ખેડૂતોને ભાવ મળી રહ્યાં નથી એ વાસ્તવિકતા છે.
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA) ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ ભારતમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે એરંડાનું ૨૦.૫૪ લાખ ટન ઉત્પાદન થશે જે ગત વર્ષે ૧૮.૮૧ લાખ ટન હતું. SEAના સર્વે પ્રમાણે એરંડાના ઉત્પાદનમાં ગુજરાત આ વર્ષે પણ ટોચનું સ્થાન જાળવી રાખશે. ગુજરાતમાં આ વર્ષે એરંડાનું ૧૫.૯૮ લાખ ટન ઉત્પાદન થવાનો સોલ્વન્ટ એટ્રેક્ટર્સનો અંદાજ છે જે ગત વર્ષે ૧૫.૬૯ લાખ ટન હતું. સર્વે રીપોર્ટ મુજબ ગુજરાતમાં કચ્છ જીલ્લામાં સૌથી વધુ . ૪.૨૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. આ સાથે જ પાટણમાં ૨.૧૬ લાખ ટન, બનાસકાંઠામાં ૨.૦૬ લાખ ટન અને મહેસાણામાં ૧.૯૬ લાખ ટન ઉત્પાદનનું અનુમાન છે. રાજ્યમાં વાવેતરમાં મુખ્ય વૃદ્ધિ પરંપરાગત એવા ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લો મુખ્ય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા અમદાવાદ જિલ્લામાં પણ એરંડાનું વાવેતર ઊંચું નોંધાયું હતું. આ વર્ષે અનુકૂળ હવામાનના કારણે ઉત્પાદકતા વધીને ૨,૨૦૬ કિલો પ્રતિ હેક્ટર
એરંડાના બાયોપ્રોડક્ટમાં દિવેલના નિકાસની સાથે-સાથે આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝ પ્રોડક્ટની નિકાસ માટે પણ ઉજળી તકો રહેલી છે. ખાસકરીને જર્મની, યુકેમાં મોટા પાયે કેમિકલ્સ, લુબ્રિકન્ટ તેમજ કોસ્મેટિક્સમાં સૌથી વધુ વપરાશ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટનો થઇ રહ્યો છે ત્યારે દેશમાં હજુ સેગમેન્ટમાં ઉત્પાદન અને નિકાસને વેગ આપવા માટે સુવર્ણ તક રહેલી છે. ચીનમાં એરંડાની બાય પ્રોડક્ટસની સૌથી વધારે માંગ હોય છે.
રાજસ્થાનમાં ગત વર્ષ કરતાં એરંડાના ઉત્પાદનમાં ઘટાડો
દેશમાં ઉત્પાદનની વાત કરીએ તો રાજસ્થાનમાં 3.66 લાખ ટન, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 83 હજરા ટન અને અન્યમાં 7 હજાર ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. રાજસ્થાનમાં ગત વર્ષ કરતાં એરંડાના ઉત્પાદનમાં ઘટાડો થશે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય એરંડા ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાનમાં ઉત્પાદન ૪૮% વધીને ૩.૬૬ લાખ ટન અને અન્ધાપ્રદેશ અને તેલંગાનામાં ૪૬% વધીને ૮૩,૦૦૦ ટન એરંડાનું ઉત્પાદન થવાની ધારણા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે