Ambani Family : દેશમાં ફરી એકવાર મોંઘેરા લગ્નની શરણાઈઓ વાગવાની છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની ઘડીઓ આવી ગઈ છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની લગ્નની તૈયારીઓમા આખો અંબાણી પરિવાર લાગી ગયો છે. જે આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક હશે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થશે અને એ પહેલા જામનગરના અંબાણી એસ્ટેટમાં 1લીથી 3જી માર્ચ સુધી ત્રણ દિવસ માટે પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવશે. એવામાં હવે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં આવનાર મહેમાનોની યાદી સામે આવી છે. માત્ર દેશની જ નહિ, વિદેશની હસ્તીઓ પણ આ લગ્નમાં મહેમાન બનશે. 
 
મહેમાનોની યાદી  


  • માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 

  • મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ

  • બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક 

  • બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન

  • ડિઝનીના સીઈઓ બોબ ઈગર 

  • ઇવાન્કા ટ્રમ્પ 

  • ટેડ પિક સીઈઓ મોર્ગન સ્ટેનલીના

  • બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ

  • કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની 

  • Adnoc CEO સુલતાન અહેમદ અલ જાબેર

  • EL રોથચાઈલ્ડના ચેરમેન લીન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ

  • ભૂટાનના રાજા અને રાણી

  • Adobe CEO શાંતનુ નારાયણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ


શાહરૂખ બન્યા જામનગરના મહેમાન
જામનગરના રિલાયન્સ ટાઉનશિપમાં પધારેલા બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન આજ રોજ જામનગર એરપોર્ટથી મુંબઈ જવા રવાના થયો હતો. અંબાણી પરિવારના નાના પુત્રના લગ્ન હોવાના કારણે રિલાયન્સ ટાઉનશીપમાં ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો પધારશે. ત્યારે કિંગ ખાન બુધવારે રાત્રિ રોકાણ કરી અને ગુરુવારે ફરી મુંબઈ જવા રવાના થયા. 


અનંત અંબાણીની લગ્નની સેરેમની લગ્ન લખવાની વિધિથી શરૂ થઈ હતી. જે 16 ફેબ્રુઆરીના રોજ જામનગરના રિલાયન્સ ટાઈનશિપમાં યોજાઈ હતી. ગુજરાતી પરંપરા મુજબ લગ્ન લખવાની વિધિ યોજાઈ હતી. આ પ્રસંગમાં પરિવારના નજીકના લોકોએ હાજરી આપી હતી. 


હાલ દેશની નજર આ ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહ પર છે. જેના માટે ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે. જામનાગરમાં આયોજિત તેમની પ્રી-વેડિંગ સેરેમનીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પરફોર્મ કરવાના છે. 


ખેડૂતો માટે MSP કેમ જીવન-મરણનો સવાલ? આ કારણોસર મોદી સરકાર પાસે માગી રહ્યાં છે ગેરંટી